લોકડાઉનને લઈ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, હવે રાતદિવસ જોવા મળ્યા બેંકની લાઈનમાં

લોકડાઉનના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુ લોકડાઉન દરમિયાન માર્કેટ યાર્ડ બંધ હતાં જેને લઇને પરેશાની ભોગવી રહેલા ખેડૂતો હવે રાતદિવસ બેંકની લાઈનમાં ઊભા રહીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ ખેતી માટે ખાતર બિયારણ ખરીદવા બેન્ક ધિરાણની જરુર હોય ત્યારે બોટાદ ના ગઢડા એસબીઆઈ બેંકમાં ગોકળગતિ કામ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
લોકડાઉનને લઈ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, હવે રાતદિવસ જોવા મળ્યા બેંકની લાઈનમાં

રઘુવીર મકવાણા, બોટાદ: લોકડાઉનના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુ લોકડાઉન દરમિયાન માર્કેટ યાર્ડ બંધ હતાં જેને લઇને પરેશાની ભોગવી રહેલા ખેડૂતો હવે રાતદિવસ બેંકની લાઈનમાં ઊભા રહીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ ખેતી માટે ખાતર બિયારણ ખરીદવા બેન્ક ધિરાણની જરુર હોય ત્યારે બોટાદ ના ગઢડા એસબીઆઈ બેંકમાં ગોકળગતિ કામ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

હાલ ખેડૂતોને પોતાની ખેતી સિઝન માટે ખાતર, બિયારણ, રાસાયણિક દવાઓ સહિતની વસ્તુઓ ખરીદવા નો સમય છે. ચોમાસુ માથા ઉપર છે ત્યારે આ બધી વસ્તુઓ ખરીદી લેવી પણ જરૂરી છે. આવા સંજોગોમાં ખેડૂતો આ વસ્તુ ખરીદવા માટે બેંક ધિરાણ પર આધાર રાખતા હોય છે. ત્યારે ગઢડાના એસબીઆઈમાં ધિરાણ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો તો જોવા મળી જ પરંતુ ખેડૂતો આગલી રાતથી જ આવીને બેંક પરિસરમાં પોતાનો વારો આવે તેની રાહમાં બેસી જતા જોવા મળ્યા હતા.

જોકે બેંક તરફથી ખેડૂતો માટે ન તો પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ન તો તમામ ખેડૂતો નો વારો ઝડપથી આવી જાય તે માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી. હાલ બેંકમાં ખેડૂતો પોતાનું જુનુ ધિરાણની રકમ ભરી અને નવુ ધિરાણ લેવા માટે મોટી સંખ્યામાં આવે છે ત્યારે બેંક તરફથી માત્ર ૪૦ થી ૪૫ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે જેને લઇને ખેડૂતો માં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ એવી માંગ કરી હતી કે રોજના વધુ ને વધુ ખેડૂતોને ટોકન આપી ધિરાણ આપવામાં આવે કારણ કે બેન્કમાં 2500 કરતા વધુ ખેડૂત ખાતેદારો છે. જો આ રીતે બેંક દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવશે તો ખેડૂતને સમયસર નાણાં નહીં મળે અને વરસાદ આવી જશે તો ભારે મુશ્કેલી નો સામનો કરવો પડશે.

જોકે  બેંક મેનેજર દ્વારા જણાવ્યું હતું કે બેંકમાં હાલ ખેડૂત ધિરાણ ઉપરાંત અન્ય લોકો પણ આવતા હોય છે. દિવસ દરમિયાન 400 કરતા વધુ લોકો બેંક કામકાજ માટે આવતા હોય છે જેને લઇને બેંક દ્વારા વિવિધ પ્લાનિંગ કરી અને લોકોનો ધસારો ઘટે અને ખેડૂતોને સમયસર ધીરાણ મળી જાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news