શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં ખેડૂતો, દૂધીની ખેતીએ શિક્ષકને 'દૂધે ધોઇને' આપ્યું વળતર

પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં ખેડૂતો, દૂધીની ખેતીએ શિક્ષકને 'દૂધે ધોઇને' આપ્યું વળતર

મહિસાગર: રાજ્યભર (Gujarat) માં બાગાયત ખેતી (Horticulture) ને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર (Government) દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે. ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક બાગાયત ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવીન વિચારધારા થકી મહીસાગર (Mahisagar) જિલ્લાના ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ સમૃદ્ધિના ડગ માંડી રહ્યા છે. 

ત્યારે મહીસાગર (Mahisagar) જિલ્લાનાં વિરપુર (Virpur) તાલુકાના રતનકૂવા (Ratankuva) ગામના પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ (Jasubhai Ramabhai Patel) તેઓ નિવૃત્તિ બાદ બાગાયતી ખેતી (Horticulture) માં વિવિધ પ્રયોગશીલ ખેતી કરી રહયાં છે. જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત
   
ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂત જસુભાઇ પટેલ (Jasubhai Patel) અગાઉ કપાસ, મકાઇ અને બાજરીની પરંપરાગત ખેતી કરતા હતા. સરકારના નાયબ બાગાયત નિયામકની કચેરી મહીસાગરનો સંપર્ક કરી બાગાયત શાકભાજી ખેતી માટે માર્ગદર્શન મેળવી તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. 

અગાઉની જૂની પધ્ધતિ થી પરંપરાગત ખેતીમાં ખેતી ખર્ચના વધારા સાથે ઉત્પાદન પણ ઓછુ મળતું હતું. તેમને બાગાયત વિભાગમાંથી પ્રેરણા પ્રવાસ અને તાલીમ મેળવી બાગાયત વિભાગની ખેતીલક્ષી વિવિધ જાણકારી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિથી શાકભાજીની ખેતી કરવાની પ્રેરણાં મળી.

પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ (Jasubhai Patel) કહે છે કે શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી વધુ આવક મેળવી શકાય છે મે અગાઉ તડબૂચ,ફ્લાવર, કોબીજ, ટામેટા, કારેલાં વગરે ફળ શાકભાજીની ખેતી કરી તેમા મને સારું ઉત્પાદન અને સારી આવક મળી  પોતાની જમીનમાં બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરી આધુનિક ખેત પધ્ધતિ અપનાવી મૂલ્યવર્ધિત વિવિધ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છું. કારેલા શાકભાજીની સિઝન પૂર્ણ થયેલ છે. 

હાલમાં તેઓ દૂધી શાકભાજીની ખેતીમાં સારું ઉત્પાદન મેળવુ છું. અને હાલમાં કોળાની ખેતી પણ કરેલ છે. તેમણે ખેડૂતમિત્રોને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી લાભ મેળવવાની અપીલ કરી હતી. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે તડબૂચ, ફ્લાવરની ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બીયારણ અને અર્ધ કાચો મંડપ બનાવવાની વિવિધ યોજનાઓની ૫૦ ટકા થી ૬૫ ટકા સુધીની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી. 

શાકભાજી પાકમાં ટપક-સિંચાઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી જસુભાઈ પટેલ હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે.

Selfie લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે
 
તેઓ જણાવે છે કે તેમણે ૩ વિઘા જમીનમાં દૂધી કારેલા શાકભાજીનું વાવેતર કરેલ જેમા થી દૂધીમાં અત્યાર સુધી ૫૦૦ મણ જેટલું ઉત્પાદન મેળવેલ છે તેમજ હજુ પણ દૂધીની આવક ચાલુ છે. તેમા તેમણે બિયારણ,ખાતર,દવા અને મજુરી  ખર્ચ રૂા.૧૩૦૦૦ જેટલો થયેલ છે. જેમા દૂધીનું રૂા. ૧૦ ના ભાવે ૧ કિલો લેખે વેચાણ કરતા અંદાજે રૂા. ૧ લાખની આવક થઇ છે. જે ખેતી ખર્ચ બાદ કરતા રૂા. ૮૭ હજારનો નફો મળેલ છે. તેવીજ રીતે કારેલા શાકભાજીમાં પણ રૂા. ૩૦ હજારનો નફો મળેલ છે.
  
આમ પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ પોતાની સમૃદ્ધિનો શ્રેય સરકારની વિવિધ બાગાયતી યોજનાઓને આપે છે. સરકારની બાગાયત વિભાગની ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, અર્ધ કાચા મંડપ વગેરેને લગતી સહાયનો લાભ લેવામાં આવેલ છે. ધરતીપુત્રોના પરિશ્રમથી ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, વિકાસ અને ગુણવત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. તે માટે સરકારની  ખેડૂત કલ્યાણ લક્ષી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંગે આભાર વ્યકત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news