અમદાવાદ બાદ એશિયાના સૌથી ઝડપી વિકસતા સુરતમાં પણ દોડશે ‘મેટ્રો ટ્રેન’

એશિયાના સૌથી ઝડપી વિકસતા અને જીડીપી ગ્રોથ રેટમાં પ્રથમ ક્રમે આવેલા સુરત શહેરમાં હવે મેટ્રો રેલ દોડતી જોવા મળશે. કેન્દ્ર સરકારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 12 હજાર કરોડથી વધુના ખર્ચની મંજુરી આપી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાએ પ્રોજેક્ટને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. 

અમદાવાદ બાદ એશિયાના સૌથી ઝડપી વિકસતા સુરતમાં પણ દોડશે ‘મેટ્રો ટ્રેન’

તેજશ મોદી/અમદાવાદ: એશિયાના સૌથી ઝડપી વિકસતા અને જીડીપી ગ્રોથ રેટમાં પ્રથમ ક્રમે આવેલા સુરત શહેરમાં હવે મેટ્રો રેલ દોડતી જોવા મળશે. કેન્દ્ર સરકારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 12 હજાર કરોડથી વધુના ખર્ચની મંજુરી આપી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાએ પ્રોજેક્ટને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. 

સુરતમાં મેટ્રો રેલ અંગેની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. ત્યારે જીએમઆરસીના અધિકારીઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમને પ્રથમ ફેસમાં બનનારા મેટ્રો સ્ટેશનોની સાઈટ વિઝીટ કરી હતી. ખજોદ સ્થિત ડ્રીમ સીટીથી કાદરશાની નાળ સુધીનો પ્રથમ ફેસનો અડધો ભાગ બનાવાનો છે. અહિં 10 સ્ટેશનો બનવાના છે, ત્યારે અધિકારીઓએ અહીં મુલાકાત લઈ સ્ટેશન બને તો શું સ્થિતિ હોય તથા અન્ય બાબતોની ચકાસણી કરી હતી.

જામનગર પોસ્કો અદાલતનો ઐતિહાસિક નિર્ણય, સામુહિક બળાત્કાર કરનાર તમામને આજીવન કેદ

રાજ્યમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ સફળતા પૂર્વક શરૂ થયા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા ડાયમંડ સીટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, અને સુરતની જનતાને પણ મેટ્રો રેલની સુવિધાઓ મળશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ગૃહમાં કહ્યું હતું કે, સુરતમાં પણ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે કોર્પોરેશનની ગાંધીનગર ખાતે એસએમઆરસીની બેઠક મળી હતી. ત્યારે સુરતમાં દર અઠવાડિયા આ અંગે બેઠક મળશે અને બેઠકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. અને વહેલી તકે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સ્ટાફની પણ નિમણૂંક કરવામાં આવશે. સુરતના ડ્રિમ સીટીથી કાદરશા નાળા સુધીનો પ્રથમ રૂટ બનાવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news