નાયબ મુખ્યમંત્રી

Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, કોરોના કાળના બહાના હેઠળ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી

આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Dec 14, 2020, 05:21 PM IST

સી.આર પાટીલ, નીતિન પટેલ બાદ CM વિજય રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ ! જાણો શું છે આ પેજ પ્રમુખ કોનસેપ્ટ?

* પેજ પ્રમુખ સ્તરના મેનેજમેન્ટને અમિત શાહ ખુબ જ મહત્વ આપે છે
* અજેય ગણાતા અનેક કિલ્લાઓ તોડી પાડવા માટે પેજ પ્રમુખ કોનસેપ્ટ કારગર
* સામાન્ય નાગરિક પણ કોઇ પણ પક્ષનો ઇચ્છે તો પેજ પ્રમુખ બની શકે છે

Dec 12, 2020, 09:00 PM IST

Dy.CM નીતિન પટેલની જાહેરાત વિકેન્ડ કર્ફ્યૂ અંગેની કોઇ જ વિચારણા નહી, અફવાઓથી દોરવાવું નહી

ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે. જેને યથાવત્ત રાખવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો કેટલાક માધ્યમોમાં ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો કર્ફ્યૂ લાદવાની કોઇ જ શક્યતા નથી. 

Nov 25, 2020, 09:08 PM IST
Deputy CM Nitn Patel's Press Conference On Ahmedabad Corona Case PT15M58S

કોરોના કેસ અંગે DyCM નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ

Deputy CM Nitn Patel's Press Conference On Ahmedabad Corona Case

Nov 16, 2020, 03:05 PM IST

ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી CMની રેસમાં, સ્પીકર પણ પોતાના ઈચ્છે છે પાર્ટી

બિહારમાં ડેપ્યુટી સીએમને લઈને પિક્ચર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી સીએમ હશે. ભાજપ સ્પીકર પણ પોતાના ઈચ્છે છે.

Nov 15, 2020, 09:04 PM IST

ગાંધીનગરમાં નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો, જાણો શું છે સમગ્ર મામલો

તાજેતરમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો.

Nov 9, 2020, 12:29 PM IST

મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જુથવાદ નથી: નીતિન પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિન નિમીતે રાજકોટ પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપી હતી. પોલીસ દ્વારા એકતા દિવસ નિમીતે પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી. નીતિન પટેલે આજના દિવસને સામાજિક એકતા અને અખંડિતતાનો દિવસ ગણાવ્યો હતો.

Oct 31, 2020, 01:18 PM IST

પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી

ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી

Oct 26, 2020, 08:41 AM IST

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનાથી સંક્રમિત

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ છે, તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 

Sep 14, 2020, 08:13 PM IST

રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ

ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં ફરી એકવાર ભાજપ પ્રમુખનો કડક સ્વભાવ જોવા મળ્યો. 2007, 2012ના પૂર્વ ધારાસભ્યો અને 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા નેતાઓની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ પક્ષ માટે સક્રિય કરવાના મંત્ર આપ્યા

Sep 2, 2020, 07:16 PM IST

ઉંઝામાં 360 આવાસોનું મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલની હાજરીમાં મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર  ખાતેથી ઇ લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૪ લાખ આવાસો પુર્ણ પણ કરી દીધા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે  તે માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.

Aug 6, 2020, 09:20 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST
Exclusive Interview With Deputy Chief Minister Nitin Patel On Zee 24 Kalak PT16M51S

Exclusive: Zee 24 Kalak સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાસ વાતચીત

Exclusive Interview With Deputy Chief Minister Nitin Patel On Zee 24 Kalak

May 31, 2020, 05:50 PM IST

મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલમંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર, કરી આ ખાસ માંગ

મહારાષ્ટ્રનાં ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલ મંત્રી પીયુષ ગોયલને પત્ર લખ્યો છે. પોતાનાં આ પત્રમાં તેમણે લોકડાઉન ખથમ થયા બાદ પ્રવાસી મજુરો માટે પુણેથી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની વાત લખી છે. જેમાં આ મજુરો પોતપોતાનાં ગૃહનગર જઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન 3 મેનાં રોજ પુર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સમય બાદ જો રેલ સેવા ચાલુ થાય છે તો પ્રવાસી મજુરોને તેનાં ઘરે મોકલવા માટે કેન્દ્ર સરકારે કોઇ વિશેષ યોજના તૈયાર કરવી પડશે. 

Apr 23, 2020, 06:07 PM IST
Press Conference By Deputy CM Nitin Patel PT3M38S

નવસારી અને પોરબંદરને મેડિકલ કોલેજની મંજૂરી: નીતિન પટેલ

રાજ્ય સરકારમાં અગાઉ જાહેરાત કરી હતી તે પ્રમાણે ભારત સરકારે દેશના જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નથી કે જિલ્લામાં ભારત સરકારના સહયોગથી મેડિકલ કોલેજ બનાવવા માટે પ્રથમ તબક્કે નવસારી, પોરબંદર અને રાજપીપળા શહેરમાં સરકારની જ હોસ્પિટલ ચાલે છે. તેને અપગ્રેડ કરીને 300ની મેડિકલ કોલેજ માટે જે હોસ્પિટલ જોઈએ તેની તૈયારી સાથે ત્રણ જગ્યાએ મેડિકલ કોલેજ શરૂ થાય તેવી દરખાસ્ત કરી હતી. જેને કેન્દ્ર સરકારે મંજુર કરી છે.

Feb 19, 2020, 06:15 PM IST

સવર્ણ આંદોલન: જો સરકાર રાત સુધીમાં જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલનની બાંભણીયાની ચિમકી

બિન અનામત સંકલન સમિતિ દબાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. બપોરે વાતચીત બેઠક અથવા નિર્ણય જણાવવામાં આવશે. સરકાર સાથે મીટિંગ થયા બાદ થી માત્ર ગઈ કાલથી વાયદા કરવામાં આવી ર્હાય છે. જે લોકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમને જવાબ આપ્યા નથી. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સરકાર બંન્ને સમુદાયને લોલીપોપ આપીને હાલ આંદોલન સમેટિ લેવાનાં મુડમાં છે.

Feb 15, 2020, 08:31 PM IST
Deputy Chief Minister Nitin Patel important statement about the terror  PT3M30S

તીડના આતંક અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહત્વનું નિવેદન

તીડના આતંક અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહત્વનું નિવેદન

Dec 22, 2019, 10:25 PM IST

મહારાષ્ટ્ર: NCPમાંથી ડેપ્યુટી સીએમ કોણ? અજિત પવારે આપ્યું મોટું નિવેદન 

શિવસેના (Shivsena) ના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારની ભૂમિકા અંગે હજુ પણ અસમંજસ છે. અજિત પવાર (Ajit Pawar) પોતે કહે છે કે ડેપ્યુટી સીએમ પદને લઈને પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આજે બહુમત સાબિત થવાના કારણે અમારા ધારાસભ્યો ખુશ છે. અમે પહેલો પડાવ પાર કરી લીધો છે. હવે વિધાનસભા સ્પીકરનો વારો છે. 

Nov 30, 2019, 05:51 PM IST