આણંદ: લોકડાયરામાં હવામાં કરાયું અંધાધૂંધ ફાયરિંગ, વીડિયો થયો વાઇરલ
ક્ષત્રીય સેના આણંદ જીલ્લા દ્વારા ક્ષત્રીય સેનાના બે વર્ષ પૂર્ણ થતા ભવ્ય લોક ડાયરાનો આયોજન થયું હતું. જેમા કેટલાક લોકો દ્વારા હવામાં ફાયરીંગ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં હવામાં ફાયરિંગ કરવાના મામલે કોંગ્રેસના ધારાસભ્યના પુત્રો વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
Trending Photos
આણંદ: ક્ષત્રીય સેના આણંદ જીલ્લા દ્વારા ક્ષત્રીય સેનાના બે વર્ષ પૂર્ણ થતા ભવ્ય લોક ડાયરાનો આયોજન થયું હતું. જેમા કેટલાક લોકો દ્વારા હવામાં ફાયરીંગ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં હવામાં ફાયરિંગ કરવાના મામલે કોંગ્રેસના ધારાસભ્યના પુત્રો વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે હાલ ધારસાભ્યના પુત્રો વિરૂદ્ધ કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કેસની તપાસ કરી રહી છે. કેટલાક લોકોને પૂછપરછ કરતાં જાણકારી મળી રહી છે, જેના આધારે કેસમાં ઉપયુક્ત કાર્યવાહી કરવામાં આવશે.
આણંદનો મામલો
મળતી માહિતી અનુસાર ગુજરાતના આણંદમાં ક્ષત્રીય સેનાના બે વર્ષ પૂર્ણ થતા ભવ્ય લોક ડાયરાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્યાંના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારના પુત્ર મહેંદ્ર સોઢા અને રંજીતભાઇ સોઢા પણ સામેલ થયા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ત્યાં હવામાં ફાયરિંગ કર્યું. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવી લીધો, જે પછી વાયરલ થઇ ગયો.
#WATCH Celebratory firing took place at a Lok Sangeet event in Anand. Three detained, police investigation underway #Gujarat pic.twitter.com/mmINlE4vzF
— ANI (@ANI) May 14, 2018
વીડિયો સામે આવ્યા પછી નોંધાઇ એફઆઇઆર
વીડિયો સામે આવ્યા પછી પોલીસ સુધી પહોંચ્યા બાદ કેસમાં કાર્યવાહી કરવામાં આવી. વીડિયોમાં કાંતિભાઇ સોઢા પરમારના પુત્ર મહેંદ્રભાઇ સોઢા અને રંજીતભાઇ સોઢાની ઓળખ કરવામાં આવી, જેના આધાર પર તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.
ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા
આણંદ પોલીસ સ્ટેશના એન કે ચૌહાણે જણાવ્યું કે આ મામલે આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢાના પુત્ર મહેંદ્રભાઇ સોઢા અને રંજીતભાઇ સોઢા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જોકે તેમણે જણાવ્યું કે આ મુદ્દે હજુ સુધી ધરપકડ કરાઇ નથી પરંતુ પૂછપરછ માટે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સોઢા ભાઇઓ ઉપરાંત છ અન્ય વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે વીડિયો સંભવત ત્રણ દિવસ પહેલાં બનાવવામાં આવ્યો હતો જ્યારે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે