મોડી રાત્રે ગોંડલના નવા માર્કેટ યાર્ડ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ

ગોડાઉનમાં મગફળીની ગુણો ભરેલી છે અને ધૂમાડાના ગોટે-ગોટા ઉડી રહ્યા છે, અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ, તંત્ર દોડતું થયું 

મોડી રાત્રે ગોંડલના નવા માર્કેટ યાર્ડ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ

રાજકોટઃ ગોંડલના નવા માર્કેટ યાર્ડની નજીક આવેલા મગફળીના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક જ આગ ફાટી નિકળી હતી. ગોડાઉનમાં મગફળીની ગુણો ભરેલી છે અને ધૂમાડાના ગોટે-ગોટા ઉડી રહ્યા હોવાથી મોડી રાત્રે કંઈ દેખાતું ન હતું. આગ મળ્યાના સમાચાર મળતાં જ તંત્રમાં દોડતું થઈ ગયું હતું. ગોંડલમાંથી 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

હાલ સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે એવા સંજોગોમાં મગફળીના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નિકળતાં અનેક જાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તંત્ર આગ બુઝવવાની કામગિરીમાં વ્યસ્ત છે. મોટી સંખ્યામાં લોકોનાં ટોળે-ટોળાં એક્ઠા થઈ ગયાં છે. 

તાજેતરમાં જ ગોંડલ ખાતે મગફળીના ખાલી બારદાનના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. તેના પહેલાં પણ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ રાજકોટમાં જ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લગાડવામાં આવી હતી અને હજુ એ કેસની તપાસ ચાલુ જ છે. આ કેસમાં અનેક મોટા માતાઓના નામ બહાર આવ્યા હતા અને ભીનું સંકેલવાના પણ પ્રયાસો થયા હતા. 

હવે, સોમવારે મોટી રાત્રે ગોંડલના મગફળીના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી, શા માટે લાગી અને કેટલું નુકસાન થયું છે એ તો આગ બુઝાઈ ગયા બાદ જ ખબર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news