સાણંદ જીઆઇડીસીની ફેક્ટરીમાં લાગી આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા
આજે સવારે સાણંદ GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં એકાએક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગ એકાએક ભીષણ બની ગઇ હતી. ડાયપર બનાવતી યુનિકેમ નામની કંપનીમાં આગ લાગતા 13 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: આજે સવારે સાણંદ GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં એકાએક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગ એકાએક ભીષણ બની ગઇ હતી. ડાયપર બનાવતી યુનિકેમ નામની કંપનીમાં આગ લાગતા 13 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે. જોકે હજુસુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
જીઆઇડીસી પ્રમુખ ગણપતભાઈ સેંધવા જણાવ્યું હતું કે ચારેક વર્ષથી માંગ છે કે ફાયર સ્ટેશનની પણ એ પૂર્ણ થઈ નથી. આ કંપનીમાં આગ લાગી ત્યારે શિફ્ટ ચાલુ થવાની હતી.પણ લોકો હજુ આવ્યા ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આ એક મલ્ટીનેશનલ જાપાનની કંપની છે. જે ડાયપર બનાવવાનું કામ કરે છે. લોકડાઉનમાં સ્પેશ્યલ પરમિશન સાથે કંપની ચાલુ જ હતી.
આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં 3 ફાયર ફાઈટર, 9 પાણીના ટેન્કર, 11 વોટર બોવર્સ, 1 સ્મોક એક્ઝોસ્ટર અને ઓફિસરના 6 વાહનો મળી કુલ 31 વાહનો સાથે ફાયર બ્રિગેડનો 125નો સ્ટાફ દોડી ગયો છે.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગ ખૂબ મોટી છે. AMC અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 થી 20 જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. હજી આગ પર કાબુ આવ્યો નથી પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે