પોલીસની નોકરી કરવીએ ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી, જાણો કેમ...

આ બેરોજગારીનો આંકજો નહીં પણ સરકારી નોકરી મેળવવા માટેની યુવાનોમાં લાગેલી હોળ ચોક્કસ કહીં શકયા. શા માટે યુવાનો સરકારી નોકરી માટે લગાવી રહ્યાં છે હોળ...

પોલીસની નોકરી કરવીએ ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી, જાણો કેમ...

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યના દરેક નોકરી ઇત્છુકો માટે સરકારી નોકરી મેળવવાની એક અલગ ચાહના હોય છે. સરકારી મોભો અને સુખ સુવિધાથી અંજાયેલા આજનો યુવા વર્ગ સ્ટ્રગલ લાઇફ નથી જીવવા માગતો. જેનું ઉત્તમ ઉદાહરણ છે હાલમાં લોકરક્ષક દળની પરીક્ષા માટે ભરાયેલા ફોર્મની સંખ્યા. માત્ર 9 હજારની ભરતી માટે 8 લાખથી વધુ લોકોએ ભરેલા ફોર્મ પરથી જ સરકારી નોકરી માટેની ચાહનાનો અંદાજો લગાવી શકાય છે. આ બેરોજગારીનો આંકજો નહીં પણ સરકારી નોકરી મેળવવા માટેની યુવાનોમાં લાગેલી હોળ ચોક્કસ કહીં શકયા. શા માટે યુવાનો સરકારી નોકરી માટે લગાવી રહ્યાં છે હોળ આવો જાણીએ...

તાજેતરમાં જ લોકરક્ષક દળની પરીક્ષા માટે 8 લાખ 76 હજાર યુવક યુવતીઓએ ફોર્મ ભર્યા હતા. જોકે ભરતી માત્ર 9713 લોકો માટે જ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. પણ કોણ જાણે કેમ સરકારી નોકરી મેળવવાની ઇચ્છા દરેક ને હોય છે. કેમ કે સરકારી તો સરકારી છે. સરકારી લાભ લેવા કોને ના ગમે? કદાચ એટલા માટે જ યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછા હોય છે. સરકારી નોકરી માટે લોકો કેમ પડાપડી કરી રહ્યાં છે તે જાણવા અમારી ટીમે પ્રયાસ કર્યો અને સંપર્ક કર્યો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એક એકેડમીનો અને જાણવા મળ્યું કે માત્ર બેરોજગાર જ નહીં પણ સુખ સુવિધાવાળી લાફઇ મેળવવા ઇચ્છતા લોકો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હયો છે.

તો યુવા વર્ગની પણ ઇચ્છા એવા સન્માન સાથે નોકરી મેળવવાની છે કે જ્યાં મોભો અને માન મળે. સુખ સુવિધા મળે અને સતત પોતાની પ્રગતી પણ થતી હોય. એટલા માટે જ કદાચ પોલીસ ખાતાની ભરતી વખતે સૌથી વધુ લોકોએ ફોર્મ ભર્યા હોવા તેવું જોવા મળી રહ્યું છે. બેંક કે અન્ય ક્લાર્કની નોકરી સરકારી જ નોકરી હોય છે પણ તેમાં કામના કલાકો અને સતત વધતું પ્રેસરના કારણે લોકો પોલીસ ખાતામાં નોકરી કરવાનું વધુ પસંદ કરે છે.

તો સરકારી નોકરી કરી ચુકેલા અને હાલમાં રીટાયર્ડ પોલીસ અધિકારીનો પણ આ અંગે અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો હતો. તો સામે આવ્યું કે પોલીસકર્મીની નોકરીમાં એટલી સુખ સુવિધાઓ નોહતી જેટલી હાલમાં મળે છે. જેને લઇ યુવાઓમાં સરકારી નોકરીનો ક્રેઝ જોબ સેફ્ટી માટે પણ હોઇ શકે છે. એટલે હવે એ વાત સ્પસ્ટ થઇ ગઇ છે કે સરકારી નોકરી માટે અભ્યાસનું સામાન્ય સ્તર એક માત્ર સરકારી નોકરી મેળવવાનું કારણ હોઇ શકે છે. ત્યારે સૌથી વધુ સરકારી નોકરીમાં પ્રમોશન મળે તે પણ સરકારી ખાતામાં તે સૌ કોઇને ગમે. તો બીજી તરફ ભરતી પ્રક્રિયાનો ગેપ પણ હવે પુરાઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news