Us Elections: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- 'બંધ કરો ગણતરી'

US Presidential Election Results: જો બાઇડનને હવે વાઇટ હાઉસ પહોંચવા માટે માત્ર એક સ્ટેટમાં જીતની જરૂર છે. તેમના ખાતામાં 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે. વિસ્કોન્સિન અને મિશિગનમાં જીતની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુશ્કેલ દેખાઈ રહી છે.
 

Us Elections: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા-  'બંધ કરો ગણતરી'

વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે. ડેમોક્રેટ જો બાઇડનને હવે વાઇટ હાઉસ પહોંચવા માટે માત્ર એક સ્ટેટમાં જીતની જરૂર છે. તેમના ખાતામાં 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે. વિસ્કોન્સિન અને મિશિગનમાં જીતની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુશ્કેલ દેખાઈ રહી છે. ટ્રમ્પની પાસે 214 ઇલેક્ટોરલ વોટ છે અને તેમણે જીતવા માટે પેન્સિલ્વેનિયા, નોર્થ કૈરોલિના, જોર્જિયા અને નેવાડા- ચારેય રાજ્યો જીતવા પડશે. 

બાઇડેનને ઐતિહાસિક મત
બાઇડેનને પહેલા જ દેશના ઈતિહાસમાં સૌથી વધુ 7.1 કરોડ વોટ મળી ચુક્યા છે. જો બાઇડેન હજુ પણ બધા વોટ ગણવા પર ભાર આપી રહ્યા છે. તેમણે તે માટે એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ પહેલા તેમણે દાવો કર્યો હતો કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં આવશે. તેમણે તે પણ કહ્યું કે, જ્યારે આમ થશે તો કોઈ બ્લૂ કે રેડ સ્ટેટ નહીં હોય, માત્ર 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા' હશે. 

— Joe Biden (@JoeBiden) November 5, 2020

મતગણતરી પર બબાલ
તો બીજીતરફ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ મતગણના રોકવાની માગ પર અડીગ છે. તેમણે ટ્વીટ કર્યું- ગણના રોકો. ટ્રમ્પનું કેમ્પેન આરોપ લગાવી રહ્યુ છે કે ડેમોક્રેડ ગ્રુપે ચૂંટણીમાં ગડબડ કરી છે. ત્યાં સુધી કે વિસ્કોન્સિનમાં ફરીથી ગણતરીની માગ કરવામાં આવી છે અને પેન્સિલ્વેનિયા, મિશિગન અને જોર્જિયામાં કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. 

— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2020

વિરોધ પ્રદર્શન યથાવત
ટ્રમ્પ અને બાઇડેનના સમર્થકો રસ્તા પર છે અને વિરોધ પ્રદર્શન તેજ થઈ રહ્યું છે. પોર્ટલેન્ડમાં વિરોધ પ્રદર્શન એટલું આક્રમક થઈ ગયું કે તેને તોફાનો ગણાવી દેવામાં આવ્યા. અહીં તોડ-ફોડ બાદ નેશનલ ગાર્ડને તૈનાત કરવા પડ્યા. દેશભરમાં અલગ-અલગ ભાગમાં ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ થઈ છે. મિશિગનમાં અધિકારીઓને બેલેટ કાઉન્ટ કરતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news