ગુજરાત ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો મોટો કાંડ! બચત યોજનાના નામે ખંખેરી લીધા લાખો રૂપિયા
સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામા આવી હતી. અનિલ ભોજ ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા. આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
- ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ
- ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા
- 31 લોકો સાથે છેતરપિંડી કરી હતી
- ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
- ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ
Trending Photos
સુરત પટેલ/સુરત: વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદતે 34.64 લાખ નહી ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેડરોડ બહુચરનગર ઘર નં.127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતાંબાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતાં. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ 2013માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30થી 40 મહિના બાદ રકમ પરત આપવાના હતાં.
તે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતુંકાનજીભાઈના મરણ બાદ બન્ને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતાં. યોજના પણ ચાલુ રાખી હતી. જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતાં. બહુચરનગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે