ગોંડલમા વહેલી સવાર અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતના વિવિધ પ્રાંતોમાં ભૂકંપનો આંચકો આવવા સિલસિલો બની ગયો છે. હવે રાજકોટના ગોંડલમાં ભકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

ગોંડલમા વહેલી સવાર અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના વિવિધ પ્રાંતોમાં ભૂકંપનો આંચકો આવવા સિલસિલો બની ગયો છે. હવે રાજકોટના ગોંડલમાં ભકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

રાજકોટના ગોંડલ શહેરમાં વહેલી સવારે 6.53 કલાકે ગોંડલનો આંચકો અનુભવાયો હતો. ગોંડલથી 22 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. વહેલી સવારે આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. આંચકો આવતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપમાં જાનહાનિના કોઈ સમાચાર હાલ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, ભૂંકપ માટે ભારતના અનેક વિસ્તારો સંવેદનશીલ કેટેગરીમાં આવે છે. તેમાં સૌથી વધુ ખતરનાક સિસ્મિક ઝોન 5 છે. જ્યાં 8 થી વધુ તીવ્રતાવાળા ભૂકંપ આવવાની શક્યતા છે. ગુજરાત સિસ્મિક ઝોન 3 માં આવે છે, જે મધ્યમ ખતરનાક શ્રેણીમાં આવે છે. તેમાં ભૂકંપની તીવ્રતા 7 કે તેનાથી ઓછી હોય છે. ગુજરાત ઉપરાંત આ કેટેગરીમાં કેરળ, ગોવા, લક્ષદ્વીપ ટાપુ, યુપી અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો આવે છે. પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉડીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક આ કેટેગરીમા આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news