ગુજરાતમાં ફરી ખૂલી સરકારી નોકરીની તક, મેટ્રો રેલ કરશે ભરતી, આ રહી સઘળી માહિતી

Updated By: Jul 25, 2021, 09:07 AM IST
ગુજરાતમાં ફરી ખૂલી સરકારી નોકરીની તક, મેટ્રો રેલ કરશે ભરતી, આ રહી સઘળી માહિતી
 • આ ભરતી અભિયાનના માધ્યથી કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે
 • સિલેક્ટેડ ઉમેદવારોની 3 થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કહેર વચ્ચે પણ સરકારી નોકરીઓની તક ખૂલી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા વિવિધ પદ પર સરકારી નોકરીઓની ઓફર કરી છે. સિવિલ, સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિક, રોલિંગ સ્ટોકમાં વિવિધ પદ પર ભરતી (job vacancy) માટે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ઈચ્છુક ઉમેદવાર http://www.gujaratmetrorail.com/careers/  લિંકના માધ્યમથી તમામ પદ પર અરજી કરી શકે છે.

જીએમઆરસી (GMRCL Recruitment 2021) ની ભરતી માહિતી અનુસાર, આ ભરતી અભિયાનના માધ્યથી કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે. સિલેક્ટેડ ઉમેદવારોની 3 થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે. 

આ પણ વાંચો : ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ 

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021 

 પોસ્ટ અંગેની માહિતી 

 • ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ) - 8 પદ
 • એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ
 • એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
 • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ
 • જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ
 • મેનેજર (મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) (પરિવહન યોજના) - 1 પદ 

ઉમરની મર્યાદા

 • જનરલ મેનેજર - 55 વર્ષ
 • એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 53 વર્ષ
 • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 50 વર્ષ 
 • સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) - 48 વર્ષ
 • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) - 45 વર્ષ
 • મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 40 વર્ષ 

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ 

પગાર કેટલો રહેશે

 • જનરલ મેનેજર  - 120000‐280000
 • એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) -100000‐260000
 • જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 90000-240000
 • સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) -80000‐220000
 • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) -70000‐200000
 • મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 60000‐180000