લો બોલો ! એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો, પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

નગરપાલિકા દ્વારા વર્ષ 2017-18માં 321 રોજમદાર કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ આગેવાન દ્વારા દ્રારા સરકારના ઓડીટ રીપોર્ટના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના 1.34 કરોડ રૂપિયા પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી છે. 

Updated By: Jul 15, 2020, 12:41 AM IST
લો બોલો ! એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો, પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

પોરબંદર : નગરપાલિકા દ્વારા વર્ષ 2017-18માં 321 રોજમદાર કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ આગેવાન દ્વારા દ્રારા સરકારના ઓડીટ રીપોર્ટના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના 1.34 કરોડ રૂપિયા પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી છે. 

પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષ 2017-18 દરમિયાન 321 રોજમદાર કર્મચારીની ભરતીને લઈને પોરબંદર જિલ્લા કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડિયાએ રાજ્ય સરકારના ઓડિટ રીપોર્ટના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે.તેઓએ એવુ જણાવ્યુ હતુ પાલિકાના મહેકમથી 321 જેટલા વધુ ફિક્સ કર્મચારીઓની ભરતી કરાઈ હતી.આ ગેરકાયદેસર રીતે કર્મચારીઓને પગાર પેટે એક વર્ષના 1.34 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ પાલીકાના મેહકમનું લઘુતમ માળખું તેમજ માપદંડ નક્કી કરવામાં આવેલ છે. જેમાં વધારાની જગ્યાની ભરતી કરવા માટે પાલિકા નિયામકની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે.

કૌભાંડ કરવાના આશયથી 321 જેટલા કર્મચારીઓની ભરતી કરતા પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓએ નગરપાલિકા નિયામકની મંજૂરી લીધી નથી અને કર્મચારીઓની ભરતી કરી પાલિકાની તિજોરીને 1.34 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.અમુક કર્મચારીઓ રાજકીય પક્ષના સભ્યો ઠેકેદાર તથા પોલીસ ચોપડે ચડ્યા હોય તેવા કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર રોજમદારની ભરતીને નાણાકીય ઉચાપત ગણીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસ અગ્રણી દ્રારા કરવામાં આવી છે.

પોરબંદર નગરપાલિકાની 2017-18મા રોજમદારની ભરતીને લઈને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે મુદ્દે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસરે એવુ જણાવ્યુ હતુ કે,પોરબંદર-છાંયા સયુક્ત નગરપાલિકામા વર્ગ 3 માટે 223 જેટલી જગ્યાઓ મંજુર કરેલ છે જેની સામે હાલમાં કાયમી અને આઉટ સોર્સિંગ સહિત 173 લોકો કામ કરી રહ્યા છે જ્યારે વર્ગ ચાર માટે 416 જગ્યાઓ મંજુર થયેલ છે જેની સામે 636 જેટલા લોકો કામો કરી રહ્યા છે આમાં 300 જેટલા લોકો આઉટ સોર્સિંગ દ્વારા કર્મચારી કામ કરી રહ્યા છે આમ છતા નગરપાલિકાની આર્થિક સ્થિતિને સદ્ધર બને તે માટે 50થી 52 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવ્યા છે.

પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રોજમદારની ભરતીને લઈને હાલ તો મામલો ગરમાયો છે ત્યારે હાલ તો પાલિકાએ 50થી 52 જેટલા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં રોજમદાર ભરતી વિવાદ મુદ્દો ક્યા પહોંચે છે અને જે કરોડો રુપિયાનો પાલિકાને ચુનો લગાવવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને આગળ પાલિકા દ્વારા કોઈ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર