ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 
ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

અમદાવાદ: જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 

નદીઓ પુનઃજીવિત કરવાની આ કામગીરીમાં નદી વિસ્તારના કેચમેન્ટમાં ચેકડેમ, નવા તળાવો તેમજ ખેત તળાવને ઉંડા કરવા, વોટર સ્ટ્રક્ચર્સની મરામત કરવી તેમજ ડીસીલ્ટીંગ જેવા કામોનો સમાવેશ થાય છે. રાજ્યના ૩૦ જિલ્લાઓમાં ખેત પાળાબંધી, પથ્થર પાળાબંધી, ચેકવોલ, નાળા, કોતર તેમજ ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામો કરીને ‘‘ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં’’ ના મંત્રને સાર્થક કરીને સુજલામ સુફલામ અભિયાન હેઠળ જળસંચય કરવામાં આવશે.

જળ અભિયાન અંતર્ગત પુનઃજીવિત કરવામાં આવનારી નદીઓમાં અમરેલીની ઠેબી, આણંદની ભગાનો ઘેરો કોતર (મહી), અરવલ્લીની ચારિયા (વાંકડ), બનાસકાંઠાની ધામણી, ભરૂચની ટોકરી કોતર, ભાવનગરની ધરવાલી (રંઘોળી), છોટા ઉદેપુરની ઓલી આંબા કોતર (ઓરસંગ), દાહોદની વાંકડી, દેવભૂમિ દ્વારકાની વિંગડી અને ઘુના, જામનગરની ભિલેશ્વરી, કચ્છની ખરોડ, મહિસાગરની ઝરમર (શેઢી), મહેસાણાની ધામણી, મોરબીની ફુલ્કી, નર્મદાની કૂકડા કોતર (કરજણ), નવસારીની કાવેરી, પંચમહાલની સુખી, પાટણની રૂપેણ, રાજકોટની કોલપરી, સાબરકાંઠાની માંગોલવડી (સાબરમતી), સુરતની વેર, સુરેન્દ્રનગરની ગઢવી (સુખભાદર) અને નફારત (ભોગાવો), તાપીની મિઢોંળા અને ઝાકરી, વલસાડ જિલ્લાની ખોરીચી માલી (તેન) નદી, ગાંધીનગરની ખારી (મેશ્વો), ગીર સોમનાથની સમરપત (હિરણ), ખેડાની વાત્રક અને મેશ્વો, પોરબંદરની વલવાદર (કાલીન્દી) અને ડાંગની ઝરણીયા અને માયાદેવીનું કોતર (પૂર્ણા) વગેરે નદી-કોતરોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news