ગુજરાતી કપલનું કાશ્મીરમાં મોત, રાફ્ટિંગ બોટ પલટી જતા પાટીદાર દંપતી નદીમાં ડૂબ્યુ

Gujarat couple dies in rafting accident : તેજ ગતિના પવનને કારણે નદીમાં રાફ્ટિંગ બોટ પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકો ડૂબ્યા હતા.. મૃતકોમાં એક પાટીદાર દંપતી સામેલ છે 

ગુજરાતી કપલનું કાશ્મીરમાં મોત, રાફ્ટિંગ બોટ પલટી જતા પાટીદાર દંપતી નદીમાં ડૂબ્યુ

Ahmedabad News અમદાવાદ : જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસી સાથે દુખદ ઘટના બની હતી. ગુજરાતી કપલનું જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ દરમિયાન મોત નિપજ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે અનંતનાગ જિલ્લામાં રાફ્ટિંગ બોટ પલટી જતાં ગુજરાતના બે પ્રવાસીઓના મોત થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓનું એક જૂથ પહેલગામમાં લિડર નદીમાં રાફ્ટિંગ કરી રહ્યું હતું ત્યારે બોટ પલટી ગઈ હતી. ત્રણ પ્રવાસીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગુજરાતના બે લોકોના મોત થયા છે. જેમાં એક શર્મિલાબેન પટેલ ( ઉંમર 51 વર્ષ) અને પટેલ ભીખાભાઈ (ઉંમર 51 વર્ષ )ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શર્મિલાબેન અને ભીખાભાઈ પતિ-પત્ની છે, અને અમદાવાદના રહેવાસી છે. 

આજે અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે રાફ્ટિંગ બોટ અકસ્માતમાં ગુજરાતના એક દંપતીનું મોત થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે તેજ ગતિના પવનને કારણે લિડર નદીમાં રાફ્ટિંગ બોટ પલટી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના એક દંપતીના મૃતદેહોને બચાવ કામગીરી ટીમો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈની એક મહિલાને બચાવી લેવામાં આવી હતી જેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતક દંપતીની ઓળખ પટેલ શર્મિલાબેન અને તેમના પતિ પટેલ ભીખાભાઈ અંબાલાલ તરીકે થઈ છે. જેઓ અમદાવાદના સેજાપુર બોઘાના વતની છે. 

તો અન્ય પ્રવાસી મુંબઈની છે, જેની હાલત ગંભીર છે. તેમની ઓળખ મુસ્કાન ખાન તરીકે થઈ છે, હાલ તેમની જીએમસી અનંતનાગમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાની નોંધ લીધી છે અને કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news