વિધાનસભાની વાતઃ ભાવનગર પૂર્વમાં કેમ ચાલે છે ભાજપનું એકચક્રિય શાસન? જાણો બેઠકના સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને BJPનો ગઢ માનવામાં આવે છે. ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ ભાવનગર પૂર્વ વિધાનસભા સીટમાં થાય છે. આ સીટ BJPનો ગઢ એટલા માટે કહેવામાં આવે છે. કેમ કે વર્ષ 1999થી આ સીટ પર પરિણામ બીજેપીના પક્ષમાં જ રહ્યા છે. બીજેપીની વોટ બેંકને તોડવી અન્ય પક્ષો માટે અત્યાર સુધી મુશ્કેલ રહ્યું છે. 

વિધાનસભાની વાતઃ ભાવનગર પૂર્વમાં કેમ ચાલે છે ભાજપનું એકચક્રિય શાસન? જાણો બેઠકના સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું ભાવનગર પૂર્વ બેઠકની વાત.

બધા રાજકીય પક્ષો જનતાને પોતાના પક્ષમાં કરવા માટે નક્કી કરેલી રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ સ્થિતિની વચ્ચે અમે તમને બતાવીશું ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકની તમામ વાતો. આ સીટને બીજેપીનો ગઢ માનવામાં આવે છે. ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો ભાવનગર પૂર્વ વિધાનસભા સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રુવા, રસીમિયા, માલાન્કા, અકવાડાને આવરી લેવામાં આવે છે. બેઠકમાં વૉર્ડ નંબર 2, 3, 4, 5, 6, 7, 13, 14, 15નો સમાવેશ થાય છે. ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકમાં એરપોર્ટ, ઘોઘાસર્કલ, અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને નોકરિયાત, બિઝનેસમેન કક્ષાના લોકો વસવાટ કરે છે. 

ભાવનગર પૂર્વ બેઠક પર મતદારો: 
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર કુલ વસ્તી 4,01,161 છે. જેમાં 2 લાખ 16 હજાર 836 પુરુષ અને 1 લાખ 84 હજાર 324 મહિલા મતદારો છે. એટલે કુલ મતદારો 2,63,316 છે. ભાવનગર પૂર્વ સીટ પર વણિક સમાજ અને હવે બ્રાહ્મણ સમાજના પ્રતિનિધિ ચૂંટાય છે. આ પ્રકારે કહી શકાય કે આ સીટ પર ઉચ્ચ વર્ગનું વર્ચસ્વ છે. અહીંયા કોળી સમુદાયની વસ્તી પણ વધારે છે. તેના પછી પટેલ, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમુદાય આવે છે. 

બેઠકનું રાજકીય સમીકરણ: 
આ સીટ બીજેપીનો ગઢ એટલા માટે કહેવામાં આવે છે. કેમ કે વર્ષ 1999થી આ સીટ પર પરિણામ બીજેપીના પક્ષમાં જ રહ્યા છે. બીજેપીની વોટ બેંકને તોડવી અન્ય પક્ષો માટે અત્યાર સુધી મુશ્કેલ રહ્યું છે. 

2017નું પરિણામ: 
2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વિભાવરી દવેને 87 હજાર 323 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નીતાબેન રાઠોડને 64, 881 મત મળ્યા હતા. 

ભાવનગર પૂર્વ બેઠકનો ટ્રેક રેકોર્ડ: 
વર્ષ        વિજેતા ઉમેદવાર               પક્ષ 

1975      શાહ નગીનદાસ              બીજેએસ 

1980      શાહ રસીકલાલ              કોંગ્રેસ 

1985      દિગંતભાઈ ઓઝા           કોંગ્રેસ 

1990      મહેન્દ્ર ત્રિવેદી                 ભાજપ 

1995      મહેન્દ્ર ત્રિવેદી                 ભાજપ 

1998      મહેન્દ્ર ત્રિવેદી                ભાજપ 

2002      મહેન્દ્ર ત્રિવેદી               ભાજપ 

2007      વિભાવરીબેન દવે          ભાજપ 

2012      વિભાવરીબેન દવે          ભાજપ 

2017      વિભાવરીબેન દવે          ભાજપ 

શું છે સ્થાનિક સમસ્યાઓ: 
વિપક્ષ શાસક પક્ષ પર 2017ની ચૂંટણીમાં કરેલા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદા પૂરા ન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. તે સિવાય કંસારાના કિનારા પર રહેનારા લોકો વળતરની માગણી કરી રહ્યા છે. વિકાસના કાર્યો સંતોષજનક ન  થવાથી લોકોમાં ઘણે અંશે અસંતોષ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news