ઈતિહાસ રચશે Kamala Harris, ભારતમાં પણ ખુશીનો માહોલ

કમલા હેરિસના માતા ડો. શ્યામા ગોપાલન તમિલનાડુ  (Tamilnadu) થી હતા. તેમને દક્ષિણ ભારતીય પરંપરા પસંદ છે અને જ્યારે કમલા હેરિસ ભારત આવે છે તો દક્ષિણ ભારતમાં જરૂર જાય છે. 
 

ઈતિહાસ રચશે Kamala Harris, ભારતમાં પણ ખુશીનો માહોલ

નવી દિલ્હીઃ અમેરિકામાં આજે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) ની સાથે ઉપ રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ  (Kamala Harris) પદના શપથ લેશે. કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ (Vice President) બનવા જઈ રહ્યાં છે. આમ તો કમલા હેરિસ વિદેશમાં મોટા થયા છે પરંતુ ભારત સાથે તેમને ખાસ સંબંધ છે. 

ભારતીય હતા કમલા હેરિસના માતા
કમલા હેરિસના માતા દક્ષિણ ભારત  (South India) સાથે સંબંધ ધરાવતા હતા. કમલાના માતા શ્યામલા ગોપાલન  (Shyamala Gopalan) 19 વર્ષની ઉંમરમાં કેન્સર  (Cancer) પર રિચર્સ કરવા માટે ચેન્નઈથી કેલિફોર્નિયા (California) પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમણે જમૈકાના નાગરિક ડોનાલ્ડ હેરિસ (Donald Harris) સાથે લગ્ન કર્યા હતા. કમલા હેરિસના માતા-પિતા તો અમેરિકામાં વસી ગયા પરંતુ તેમનો પરિવાર આજે પણ ભારતમાં રહે છે. જ્યારે કમલાના આંટી સાથે ઝી ન્યૂઝે વાત કરી તો તેમણે કમલા હેરિસ વિશે ઘણું જણાવ્યું હતું. કમલા હેરિસ ઘણીવાર ચંડીગઢ અને ચેન્નઈનો પ્રવાસ કરી ચુક્યા છે. છેલ્લે કમલા હેરિસ ત્યારે આવ્યા હતા જ્યારે તેમના માતાનું નિધન થઈ ગયું હતું. કમલા હેરિસ પોતાના માતા ડોક્ટર શ્યામલા ગોપાલન હેરિસની અસ્થિઓને લઈને ભારત આવ્યા હતા, ત્યારે તેમણે ભારતીય પરંપરાને નિભાવી હતી. 

દક્ષિણ ભારત સાથે ખાસ લગાવ
કમલા હેરિસના માતા ડો. શ્યામા ગોપાલન તમિલનાડુ  (Tamilnadu) થી હતા. તેમને દક્ષિણ ભારતીય પરંપરા પસંદ છે અને જ્યારે કમલા હેરિસ ભારત આવે છે તો દક્ષિણ ભારતમાં જરૂર જાય છે. 

જ્યારે કમલા હેરિસ બન્યા હતા ડિસ્ટ્રિક્ટ એટોર્ની
કમલા હેરિસ (Kamala Harris) શરૂઆતથી હોશિયાર હતા અને તેમના પરિવારને વિશ્વાસ હતો કે તે જરૂર સફળતા મેળવશે. જ્યારે કમલા હેરિસને ડિસ્ટ્રિક્ટ એટોર્ની  (District Attorney) ની પોસ્ટ મળી ત્યારે તેમની સફળતા પર ભારતમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો અને તેમના કાકીએ 108 નારિયલ મંદિરમાં ચઢાવ્યા હતા. 

સાદુ જીવન, ઈચ્ચ વિચાર
કમલા હેરિસ સ્વભાવથી ખુબ સરળ છે. તેમનો પરિવાર જણાવે છે કે જ્યારે તેઓ ભારત આવે તો જમીન પર બેસીને બધાની સાથે ભોજન ગ્રહણ કરે છે. તેમને સફળતાનું કોઈ અભિમાન નથી, જેમ તેમને જોઈને લાગે છે. કમલા હેરિસ કહે છે કે તે પોતાના પરિવારના બધા હીરા વચ્ચે એક હીરો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news