ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણી મોડી કરાવવા પક્ષધર

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે દિન પ્રતિદિન વધી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી તો રાજ્યમાં 1 હજારથી વધારે કોરોનાના કેસો આવી રહ્યા છે, જેના પગલે નાગરિકો ભયભીત જોવા મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીય પક્ષો વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની યોગ્ય સમયે સપ્ટેમ્બરમાં જ કરવા માટે ચૂંટણી પંચને અપીલ કરી રહ્યા છે. 
ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણી મોડી કરાવવા પક્ષધર

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે દિન પ્રતિદિન વધી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી તો રાજ્યમાં 1 હજારથી વધારે કોરોનાના કેસો આવી રહ્યા છે, જેના પગલે નાગરિકો ભયભીત જોવા મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીય પક્ષો વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની યોગ્ય સમયે સપ્ટેમ્બરમાં જ કરવા માટે ચૂંટણી પંચને અપીલ કરી રહ્યા છે. 

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ત્રણ બેઠકોમાં જીત મળે તે માટે કોંગ્રેસનાં 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામા આપ્યા હતા. તેમાંથી મોટાભાગનાં ભાજપની ટિકિટ પર ફરી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જે ચૂંટણી બંધારણીય જરૂરિયાત અનુસાર 15 સપ્ટેમ્બર સુધીમાં યોજવી જરૂરી છે. જો કે કોરોના સંક્રણની સ્થિતી જોતા આ ચૂંટણી મુલત્વી રાખી શકાય છે. 

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલ વિધાનસભા પેટાચૂંટણી તમામ યોગ્ય તકેદારી સાથે યોજવાની આવશ્યકતા સાથે સમયસર જ ચૂંટણી યોજવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ પણ ચૂંટણી મુલતવી રાખવાનાં પક્ષમાં નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ચૂંટણી પંચને એક પત્ર લખીને પેટાચૂંટણીમાં નિયત સમયમાં યોજવા માટેની માંગણી કરી છે. આ અંગે ચાવડાએ જણાવ્યું કે, ચૂંટણી પંચે અમારી પાસે સૂચનો માંગ્યા હતા. અમોએ ચૂંટણી યોજી શકાય તેવી તકેદારી સાથે તમામ તૈયારીઓ થવી જોઇએ તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news