આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત

બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.

આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત

નવી દિલ્હી: બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે. 11 ઓગ્સ્ટ 1985માં જૈકલીન ફર્નાંડીઝનો જન્મ બહરીનમાં થયો હતો. જૈકલીન ફર્નાંડીઝએ પોતાનો જન્મદિવસ એકલા જ ઉજવ્યો અને આ દરમિયાન તેમને પોતાના પરિવારની ખૂબ યાદ આવી. 

જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)એ કહ્યું કે ''આ વખતે જન્મદિવસને સેલિબ્રેટ કરવાનો કોઇ પ્લાન ન હતો. દિવસમાં હું વર્ચુઅલી મારા સંબંધીઓ સાથે મુલાકાત કરી. ઘરે રહી-રહીને મને મારા પરિવારની ખૂબ યાદ આવી, એવામાં તેમની સાથે એક સારો સમય પસાર કરવો મારા માટે સારું રહેતું. તેમણે આગળ કહ્યું કે 'પરંતુ અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ, આપણે વીડિયો કોલ દ્વારા કામ ચલાવવું પડશે. આશા કરું છું કે જલદી જ હું મારા માતા-પિતા અને ભાઇ-બહેનોને મળી શકું અને તેમને ગળે લગાવી શકું.'

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

ગત કેટલાક વર્ષોમાં જૈકલીન 'મર્ડર 2', 'કિક', 'જુડવા 2' જેવી ફિલ્મોનો ભાગ રહી છે. ડાન્સ પર આધારિત શો 'ઝલક દિખલા ઝા'ની નવમી સીઝન સાથે એક જજ તરીકે તેમણે નાના પડદા પર પડદે ડેબ્યૂ કર્યું. જૈકલીન મોટાભાગે પોતાના 4.4 કરોડ ઇંસ્ટાગ્રામ ફેમિલીમાં સકારાત્મકતા ફેલાવતી રહે છે. 

(ઇનપુટ IANS માંથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news