ગુજરાતમાં 10 હજાર નહિ, પણ 30 હજાર દર્દીઓ હોઈ શકે છે... જાણીતા તબીબે કેમ આવું કહ્યું જાણો
ગુજરાત (gujarat corona update) માં ગઈ કાલે કોરોના વાયરસના 10 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ જાણીતા ડૉક્ટર અને એમડી ફિઝિશિયન યોગેશ ગુપ્તાનું કહેવું છે કે, 10 હજાર કેસ નહિ, પરંતુ ગુજરાતમાં 30 હજાર કેસ (corona case) હોઈ શકે છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 30 હજાર દર્દીઓ સંક્રમિત થયા હોઈ શકે છે, ભલે સરકારી ચોપડે માત્ર 10 હજાર જ નોંધાયા હોય. આ માટે ડૉક્ટર યોગેશ ગુપ્તાએ પૂરતાં કારણો આપતાં કહ્યું છે કે, મેડિકલમાંથી કીટ લઈને જાતે ટેસ્ટ કરનારા લોકોના આંકડા સામે નથી આવતા. આ ઉપરાંત જે લોકોનો ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણો છે તે સામાન્ય લક્ષણો હોવાથી તેઓ ટેસ્ટ (corona test) નથી કરાવી રહ્યા અને આવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. જેના કારણે અત્યારે એક દિવસમાં 10 હજાર નહીં પરંતુ 30 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત (gujarat corona update) માં ગઈ કાલે કોરોના વાયરસના 10 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ જાણીતા ડૉક્ટર અને એમડી ફિઝિશિયન યોગેશ ગુપ્તાનું કહેવું છે કે, 10 હજાર કેસ નહિ, પરંતુ ગુજરાતમાં 30 હજાર કેસ (corona case) હોઈ શકે છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 30 હજાર દર્દીઓ સંક્રમિત થયા હોઈ શકે છે, ભલે સરકારી ચોપડે માત્ર 10 હજાર જ નોંધાયા હોય. આ માટે ડૉક્ટર યોગેશ ગુપ્તાએ પૂરતાં કારણો આપતાં કહ્યું છે કે, મેડિકલમાંથી કીટ લઈને જાતે ટેસ્ટ કરનારા લોકોના આંકડા સામે નથી આવતા. આ ઉપરાંત જે લોકોનો ઓમિક્રોન વેરિયન્ટનાં લક્ષણો છે તે સામાન્ય લક્ષણો હોવાથી તેઓ ટેસ્ટ (corona test) નથી કરાવી રહ્યા અને આવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. જેના કારણે અત્યારે એક દિવસમાં 10 હજાર નહીં પરંતુ 30 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કોરોનાના કેસ (third wave) ના સૌથી વધુ કેસ આપણને આ મહિનાના અંતમાં જ જોવા મળી શકે છે. એટલે કે ત્રીજી લહેરની પિક ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં જોવા મળી શકે છે. ડૉક્ટર યોગેશ ગુપ્તાનું કહેવું છે કે ઓમીક્રોન જેટલો ઝડપથી ફેલાયો એટલો જ ઝડપથી તેનો ગ્રાફ નીચે પણ જશે. એટલે કે જેટલી ઝડપથી કેસ વધી રહ્યા છે તેટલી ઝડપથી કેસ ઓછા પણ થશે.
ડો યોગેશ ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના મુદ્દે ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ, દર્દીની જરૂરીયાત પ્રમાણે હોસ્પિટલ રાખવાનો નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં 14 દિવસ હોસ્પિટલ અને આઇસોલેશન રાખવામાં આવતા હતા. હવે ડેલ્ટા વેરીયન્ટમાં આઈસોલેશનના દિવસો ઘટાડીને 10 કરાયા છે. ઓમિક્રોન વધારે ફેલાય છે, પણ ઘાતક ન હોવાથી હોસ્પિટલનો સમયગાળો ઘટાડ્યો છે. ઓમીક્રોન ખુબજ ઝડપથી ફેલાતો હોવાથી તમામનુ ટેસ્ટીંગ અશક્ય છે. પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિને જો કોઇ ચિન્હ ન હોય તો ટેસ્ટ ન કરવાની ગાઇડલાઇન્સ યોગ્ય છે.
આ પણ વાંચો : રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા થયા કોરોના સંક્રમિત
તેમણે લેટેસ્ટ આંકડા પર નજર કરતા કહ્યું કે, ગુજરાતમાં અમદાવાદ ટોપ પોઝિટિવ રેસિયોમાં છે. અમદાવાદનો પોઝિટિવ રેશિયો 20 ટકા છે. ડેલ્ટા વેવ કરતા આ ડેટા ખૂબ જ વધારે છે. જે આંકડાઓ આવી રહ્યા છે એના કરતા વધારે લોકો પોઝિટિવ છે. ઓમિક્રોનમાં લક્ષણો સામાન્ય હોવાથી લોકો ટેસ્ટ નથી કરાવતા. સામાન્ય શરદી-ઉધરસ સમજી લોકો ટેસ્ટ કરાવવાથી બચી રહ્યા છે. મેડિકલમાંથી કીટ લઈ જાતે ટેસ્ટ કરનારના આંકડા સામે નથી આવી રહ્યાં. ગુજરાતમાં 10 હજાર કેસ છે તે ખરા અર્થમાં 30 હજાર કેસ હોઈ શકે છે. ઓમિક્રોન જેટલો ઝડપથી ફેલાયો એવો રેશિયો નીચે પણ જશે. જાન્યુઆરીના અંતમાં કોરોનાની ત્રીજ લહેર ટોપ પિક પર જોવા મળશે. ત્યારબાદ એકીસાથે કેસો ઓછા થશે. સામાન્ય લક્ષણો દેખાતાં કોઇ પણ દવા જાતે લેવી અયોગ્ય છે. કોઇ પણ દવા લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જાહેર મેળાવડામાં જવું ટાળવું એ એક માત્ર ઉપાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે