GUJARAT CORONA UPDATE: નવા 151 કેસ, 619 સાજા થયા,2 નાં મોત
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે લગભગ કાબુમાં આવી ચુક્યું છે. રોજનાં નહીવત્ત જેવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકાએ પહોંચ્યો છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે લગભગ કાબુમાં આવી ચુક્યું છે. રોજનાં નહીવત્ત જેવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં કુલ 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે કોરોનાનાં નવા 151 કેસ જ આવ્યા હતા. બીજી તરફ 613 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5639 દર્દી એક્ટિવ છે. જે પૈકી 113 દર્દી વેન્ટિલેટર પર છે. 5526 લોકો સ્ટેબલ છે. 8,06,812 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં અને સુરત કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. કુલ 10034 લોકોનાં મોત નિપજ્યાં છે.
જો વેક્સિનેશનની વાત કરીએ તો હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 858ને પ્રથમ ડોઝ અને 5041 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 થી વધારે ઉંમરના 70199 લોકોને પ્રથમ અને 39799 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 353780 અને 18283 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે