GUJARAT CORONA UPDATE: નવા 490 કેસ,1279 દર્દી રિકવર, 6 નાગરિકોનાં મોત

રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં સાંજે 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 490 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 1278 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 7,99,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
GUJARAT CORONA UPDATE: નવા 490 કેસ,1279 દર્દી રિકવર, 6 નાગરિકોનાં મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં સાંજે 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 490 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 1278 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 7,99,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10863 એક્ટિવ કેસ છે. જે પૈકી 272 વેન્ટિલેટર પર છે. 10591 દર્દીઓ સ્ટેબલ છે. 7,99,012 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ 6 લોકોનાં મોત જ્યારે કોરોનાને કારણે ગુજરાતમાં કુલ 9991 લોકોનાં મોત નિપજ્યાં છે. 

રસીકરણની વાત કરીએ તો ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1659ને પ્રથમ અને 3445 નાગરિકોને બીજો ડોઝ અપાયો છે. જ્યારે 45થી વધારે ઉંમરનાં 44302 નાગરિકોને પ્રથમ ડોઝ અને 24953 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકો પૈકી 209171 ને પ્રથમ ડોઝ જ્યારે 11053ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news