China To Gujarat : કોરોનાના નવા JN.1 વેરિયન્ટનું એપી સેન્ટર બન્યુ ગુજરાત
Gujarat Corona Update : કોરોનાનો JN.1 વેરિયેન્ટ ગુજરાતમાં કરી રહ્યો છે પગપેસારો...દેશમાં નવા વેરિયેન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં..વધી રહેલા કોરોના કેસના આંકડા છે ચિંતાજનક..
Trending Photos
India Covid 19 Virus Case Latest Update : ગુજરાતમાં ફરી માસ્ક પહેરવાના દિવસો આવી ગયા છે. ગુજરાતના લોકો હવે ફરીથી સાવધાન થઈ જાઓ. કોરોના તમારી આસપાસ ફરી રહ્યો છે. JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. કોરોનાના JN.1 વેરિયન્ટે ગુજરાતમાં ચિંતા વધારી છે. દરરોજ કોરોનાના JN.1 વેરિયન્ટના કેસ વધી રહ્યા છે તેવી કેન્દ્ર દ્વારા માહિતી મળી છે. ગુજરાતમાં JN.1 વેરીયન્ટના કુલ 36 કેસ સામે આવ્યા છે. દેશમાં JN.1 વેરિયન્ટ 83 કેસ સામે આવ્યા, જેમાં ગુજરાતના 36 દર્દી છે. આ સાથે કહી શકાય કે, નવા વેરિયન્ટની ઝડપ વધી રહી છે. દેશમાં બે મોટા પ્રસંગો માથે છે. એક તરફ અયોધ્યામાં રામ મંદિરનો પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત થવાનો છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવશે. ત્યારે આવા સમયે કોરોનાના નવા વેરિયન્ટનો પગપેસારો ભારે પડે શકે છે.
ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ચિંતા વધારી છે. કોરોના મામલે ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા ગુજરાતમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હાલ JN.1 વિરેયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે.
JN.1 વેરિયન્ટના દેશમાં 83 કેસ, ગુજરાતમાં 36, 7 રાજ્યોમાં ફેલાયો
ચિંતા જગાવનારી બાબત તો એ છે કે, કોરોનાનો નવો JN.1 વેરિયન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. હવે આ વેરિયન્ટ ગુજરાતના 7 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. આંકડા અનુસાર, JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં 18 કેસ, કર્ણાટકમાં 8 કેસ, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થઆમાં 5-5, તમિલનાડુમાં 4 અને તેલંગાનામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભારતમાં તેજીથી ફેલાયો કોરોના
ભારતમાં એકવાર ફરીથી તેજીથી કોરોના પગપેસારો કરી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારે 27 ડિસેમ્બરના રોજ ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો 3 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં 2 કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે. આ વચ્ચે કર્ણાટક સરકારે કોરોના વાયરસના વધતા કેસ મામલે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જે અંતર્ગત હવે સંક્રમિતોએ સાત દિવસની અંદર આઈસોલેશનમાં રહેવુ પડશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
અમદાવાદમાં કોરોના ફેલાયો
ગઈકાલે અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવીડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી USથી દુબઈથી આવ્યા હતા.
ગુજરાતમાં કોરોનાથી મોત
ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાથી મોતનો સિલસિલો ફરી જચાલુ થયો છે. લાંબા સમય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોરોનાના કારણે મોત નોંધાયું છે. ગઈકાલે દરિયાપુરના 82 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધી અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા.
ચીનમાં પડી રહી છે લાશો
ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે ફૂંફાડો માર્યો છે. ચીનમાં કોરોનાના 1,18,000થી વધારે એક્ટિવ કેસ થઈ ગયા છે. 7557 દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે. હાલ સ્થિતિ એવી છે કે, ચીનમાં 24 કલાક સ્મશાન ગૃહો ધમધમી રહ્યાં છે. બ્રિટનમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ 6 રાજ્ય સુધી ફેલાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે