Gujarat Election 2022: વિવાદમાં ફસાયા કોગ્રેસના ઉમેદવાર! ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો VIDEO વાયરલ

Gujarat Election 2022: ડભોઇ કોંગ્રેસના ઉમેદવારનો પૈસા આપતો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 Gujarat Election 2022: વિવાદમાં ફસાયા કોગ્રેસના ઉમેદવાર! ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો VIDEO વાયરલ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારના અનેક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડભોઈ કોંગ્રેસના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવારે લોકોને પૈસા આપતો હોવાની વાત સામે આવી છે, જેના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની ZEE 24 કલાક પુષ્ટી કરતુ નથી. 

ડભોઇ કોંગ્રેસના ઉમેદવારનો પૈસા આપતો વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ પટેલનો પૈસા આપતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ભાયલી ગામે પ્રચારમાં ગયેલા બાલકૃષ્ણ પટેલે લોકોને પૈસા આપ્યા છે. જોકે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતાં કોગ્રેસના ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. પૈસા આપતા વીડિયોને લઈને બાલકૃષ્ણ પટેલ પર મોટી કાર્યવાહી થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news