Gariyadhar Gujarat Chutani Result 2022 ગારિયાધારમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ચાલ્યો જાદુ

Gariyadhar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Gariyadhar Gujarat Chutani Result 2022 ગારિયાધારમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ચાલ્યો જાદુ

Gariyadhar Gujarat Chunav Result 2022: ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીનો જાદુ ચાલ્યો છે. સુધીર વાઘાણી જીત તરફ આગળ વધી રહ્યા છે. ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,03,546 મતદારો છે. જેમાં 1,06,940 પુરુષ મતદારો છે અને 96,606 મહિલા મતદારો છે. ગારીયાધાર વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે.

ગારિયાધાર વિધાનસભા બેઠકઃ -
વર્ષ 2008માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ નવા સીમાંકન અનુસાર સિહોર ગારીયાધારની બેઠક હવે ગારીયાધાર જેસર થઈ જતા ગારીયાધાર બેઠકમાં જેસર મહુવા પટ્ટીના અનેક ગામોનો સમાવેશ થઈ ગયો છે. ગારીયાધાર વિધાનસભા અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અમરેલી લોકસભા હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક કોંગ્રેસના કબ્જે છે અને બે બેઠક ભાજપ પાસે છે.

2022ની ચૂંટણી: - 
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    કેશુભાઈ નાકરાણી
કોંગ્રેસ     દિવ્યેશ ચાવડા
આપ    સુધીર વાઘાણી

2017ની ચૂંટણી: -
ગારીયાધાર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ 50,635 મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેનીને 1,876 મતોથી પરાજય આપ્યો હતો.

2012ની ચૂંટણી: -
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ જ જીતનો પરચમ લહેરાવ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news