વીજ કનેક્શન માટે ગ્રાહકને પરસેવો વળી ગયો! અધિકારી સામે અરજદારે ઘૂંટણીયે પડીને હાથ જોડ્યા

Electricity Connection : વીજ કંપનીના કેવા ધાંધિયા ચાલે છે તેનો પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો... વડોદરામાં 2 વર્ષથી લાઈટની સમસ્યાથી કંટાળી યુવાને MGVCLના અધિકારીને દંડવત કર્યા, કહ્યું- અંગ્રેજના જમાનામાં જીવું છું

વીજ કનેક્શન માટે ગ્રાહકને પરસેવો વળી ગયો! અધિકારી સામે અરજદારે ઘૂંટણીયે પડીને હાથ જોડ્યા

Vadodara News : તાજેતરમાં જાંબુઆથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં અધિકારી સામે એક અરજદાર ઘૂંટણીએ પડીને હાથ જોડીને માથું નમાવતો જોવા મળ્યો છે. સરકારી કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે સામાન્ય પ્રજાને ધરમના ધક્કા ખાવા પડતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના જાંબુઆથી સામે આવી છે. જ્યાં નવું વિજ કનેક્શન મેળવવામાં એક ગ્રાહક ને પરસેવો વળી ગયો હતો. જાંબુઆના સુંદરપુરાના નિશાંત પટેલ દ્વારા અનેક રજૂઆત છતાં હજી સુધી વિજ જોડાણ અપાયું નથી. જેને પગલે અધિકારી સામે અરજદારે ઘૂંટણીયે પડીને હાથ જોડીને માથું નમાવવું પડ્યું હતું. સુંદરપુરાના નિશાંત પટેલનો અધિકારી ને અરજ કરતો વીડિયો વાયરલ બન્યો છે. જેમાં તેઓ હાથજોડીને વિનંતી કરતા જોવા મળી રહ્યા છે. જોકે આમ છતાં અરજદારને એન્જિનીયર દ્વારા કોઇ સ્પષ્ટ જવાબ ન મળ્યો.

વડોદરા શહેર નજીક આવેલા સુંદરપુરા ગામમાં ફાર્મહાઉસમાં છેલ્લા 2 વર્ષથી લાઈટની સમસ્યાના કારણે યુવા ખેડૂત નિશાંતભાઈ પટેલે આજે MGVCLના અધિકારી ડી.ઈ. રાઠોડને પગે પડ્યો હતો અને દંડવત પ્રણામ કરીને લાઈટ આપવા માટે આજીજી કરી હતી. જોકે, આટલું કર્યા છતા પણ અરજદારને અધિકારી પાસેથી સરખો જવાબ મળ્યો ન હતો. 

આ મુદ્દે નિશાંત પટેલે કહ્યું કે, છેલ્લાં 5 દિવસથી વીજળી ગઈ છે. રજૂઆતો કરવા છતાં કોઈ રિપેર કરવા આવતુ નથી. ઓફિસર એચ.એમ.રાઠોડ કહે છે કે, સ્ટાફનો અભાવ છે. અમે રેગ્યુલર લાઈટબિલ ભરીએ છીએ, અને એગ્રિકલ્ચર કનેક્શન ધરાવીએ છીએ. લાઈટબિલ ન ભરીએ તો કનેક્શન કાપવા જીઈબી પાસે સ્ટાફ છે. જેથી આખરે કંટાળી પગે પડવાનો વારો આવ્યો છે. અધિકારીઓ બધાને ગામડિયા સમજે છે. ગામમાં રહે તે બધા ગામડિયા ન હોય. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 27, 2024

 

તેમણે વધુમાં કહ્યું કે, લાઈટબિલ ન ભરીએ તો વીજ કનેક્શન કાપવા માટે કંપની પાસે સ્ટાફ છે. પરંતુ રિપેર કરવા માટે નથી. અધિકારીઓ અમને ગામડિયા સમજે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news