ગુજરાતમાં એકથી વધારે વાહન નહીં ખરીદી શકાય?

ગુજરાત સરકાર આ મામલે નવો નિયમ લાવવાની વિચારણા કરી રહી હોવાની ચર્ચા

ગુજરાતમાં એકથી વધારે વાહન નહીં ખરીદી શકાય?

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વાહનોની સંખ્યા અને પ્રદૂષણનું પ્રમાણ ઝપાટાભેર આગળ વધી રહ્યું છે. આ બંને પર અંકુશ મુકવા માટે સરકાર મોટી વિચારણા કરી રહી છે. ટ્રાફિકની વધતી જતી સમસ્યાને અટકાવવા માટે ગુજરાત સરકાર ‘એક નાગરિક, એક વાહન’ની પોલિસી અમલમાં મુકવાનો વિચાર કરી રહી છે, જેનાથી રાજ્યમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટાડી શકાય અને ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય.

આ પોલિસી અંતર્ગત એક વ્યક્તિ પાસે એક જ વાહનની માલિકી હોઈ શકે એવો નિયમ બનાવવામાં આવશે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ, 2018ના સેક્શન 33 અંતર્ગત રાજ્ય સરકાર કોઈ પણ નાગરિકને એક કરતા વધારે વાહન ખરીદવા પર પ્રતિબંધ મુકી શકે છે. નવા કાયદાના સેક્શન 33નો ઉલ્લેખ કરીને ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ(CoT)એ RTO ઓફિસર્સ પાસેથી એક કરતા વધારે વાહનની માલિકી ધરાવતા લોકોની ડીટેલ્સ માંગી છે. આ સિવાય CoTએ સર્ક્યુલરમાં RTO પાસેથી 15 વર્ષથી જૂના વાહનોની માહિતી પણ માંગી છે.

નોંધનીય છેકે જાહેર રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે તેમજ માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને બીજા વાહનની ખરીદી પર તેમજ 15 વર્ષ જૂના વાહનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી શકે છે. આ એક્ટ અંતર્ગત સરકાર પાસે નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસુલવાની અને સજા આપવાની સત્તા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news