કચ્છના ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીઓને મળશે નાગરિકત્વ, 2009માં પાકિસ્તાનથી આવ્યા હતા ગુજરાત

વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાત (Gujarat) ના પાટણ (Patan) માં પાકિસ્તાની (Pakistan) શરણાર્થીઓ અહીં આવ્યા હતા અને ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા.

કચ્છના ઝૂરા કેમ્પમાં વસતા શરણાર્થીઓને મળશે નાગરિકત્વ, 2009માં પાકિસ્તાનથી આવ્યા હતા ગુજરાત

રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કેન્દ્ર સરકાર દ્વારા CAA હેઠળ પાકિસ્તાન (Pakistan) બાંગ્લાદેશ (Bangladesh) અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ જૈન શીખ પારસી ઈસાઈ સહિતના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે એક સેન્ટર ઉભુ કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં પાકિસ્તાન (Pakistan)થી આવેલા શરણાર્થીઓને (Refugees) પણ અહીંની નાગરિકતા મળશે.

વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાત (Gujarat) ના પાટણ (Patan) માં પાકિસ્તાની (Pakistan) શરણાર્થીઓ અહીં આવ્યા હતા અને ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી કારણ કે એમના પાસે ભારત (India) નું નાગરિકત્વ નથી. 2018માં તેઓએ કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ (citizenship) મળ્યું નથી. 

1971માં આવેલા શરણાર્થીઓને નાગરિકત્વ મળી ગયું પરંતુ...
સુરાજી સોઢા (શરણાર્થી) એ જણાવ્યું હતું કે ઝુરા કેમ્પમાં પાકિસ્તાન (Pakistan) થી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. 1971માં પાકિસ્તાન (Pakistan) માંથી ભારત (India) માં આવેલા શરણાર્થીઓ ના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે. પરંતુ પાછળથી જે લોકો આવેલા છે એમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી.

નાગરિકત્વ અંગેનુ કોઈ ઓળખપત્ર ના હોતા કોઈ નોકરી મળતી નથી
માધુભા સોઢા (અગ્રણી) એ જણાવ્યું હતું કે પાકિસ્તાન (Pakistan) થી આવેલા શરણાર્થીઓ પાસે એમના કોઈ ઓળખ પત્ર કે જન્મના દાખલા વગેરે કોઈ આધાર પણ નથી. જેના જેથી તેમના પરીવારજનોને કોઈ નોકરી કે કમ્પનીઓમાં કામ મળતું નથી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે.

શરણાર્થીઓને હવે CAA થી નાગરિકત્વ મળશે તેની ખુશી વ્યક્ત કરી
હવે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સીએએ (CAA) હેઠળ તેમને ભારતની નાગરિકતા (Indian citizenship) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને એમનો ઓળખ પણ થશે. જેથી એમને એમના પાસે ઓળખ પત્ર હોવાથી કામકાજ મળી રહેશે નોકરીઓ પણ મળશે પરિણામે આ શરણાર્થીઓમાં ખુશી છવાઈ જશે. એવી પણ લાગણી આ લોકોએ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારના CAA હેઠળ હવે અમને નાગરિકત્વ મળશે એટલે હવે અમને બધી સવલતો મળશે અને અમારા છોકરાઓને નોકરી મળશે હવે અને અમે ખુશ થઈને બધાને મીઠાઈ વેંચીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news