આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે વિપક્ષ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં 25 દિવસમાં 27 બેઠક થશે. પ્રથમ દિવસે જ પેપર લીક અંગે તૈયાર થયેલું બિલ રજૂ થશે. ગુજરાત જાહેર પરિક્ષા વિધેયક રજૂ થશે.

આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે વિપક્ષ

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થઈ. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર નેતા વિપક્ષ વગર વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ થયો. પૂર્વ રાજ્યપાલ ઓ પી કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણ ચૌધરી, પૂર્વ સભ્ય નારણ પટેલ, દાઉદભાઈ પટેલ , મહિપતસિંહ જાડેજા, હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવામા આવી. 156 બેઠકો સાથે ચૂંટાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકાર આવતી કાલે રજૂ કરશે પોતાનું પ્રચંડ બજેટ. અત્યાર સુધીના સૌથી મોટા કદના બજેટની થઈ શકે છે જાહેરાત. ટૂરીઝમ ડિપાર્ટમેન્ટ અલગ વિભાગ બની શકે. આજે સૌથી પહેલાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી ભરતીમાં થતી ગેરરીતિને અટકાવવા સરકાર વતી વિધાનસભામાં રજૂ કર્યું જાહેર પરીક્ષા વિધેયક...

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગૃહમાં 25 દિવસમાં 27 બેઠક થશે. પ્રથમ દિવસે જ પેપર લીક અંગે તૈયાર થયેલું બિલ રજૂ થશે. ગુજરાત જાહેર પરિક્ષા વિધેયક રજૂ થશે.  પેપર લીક અંગેના બિલ પર ગૃહમાં વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લઈને તેને રોકવા માટે બિલ લાવવાની ફરજ પડી છે. એવામાં વિપક્ષ જોરશોરથી આ મુદ્દાને લઈને સરકારને ઘેરશે તે નક્કી છે.

ઉલ્લેખનીય છેકે, 27 ફેબ્રુઆરીએ ઇમફેક્ટ ફી સુધારા બિલ ગૃહમાં રજૂ થશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત ધોરણ 1 થી 8 માટેનું બિલ આવશે. આગામી દિવસોમા ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે. બધા જ ગુજરાતીમાં ચાલતા કોર્ષને આવરી લેવામાં આવશે. ગુજરાતી ભાષા ના ભણાવતી શાળાઓને દંડ સાથે સજા  કરાશે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્ય સરકાર રજૂ કરશે મહત્વનું વિધેયક. ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક આજે થશે રજૂ. પેપર લીક બિલ પર કોંગ્રેસ સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news