Cabinet Expansion: કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ, જાણો કોને લાગશે લોટરી!

Cabinet Expansion: ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. 

Cabinet Expansion: કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ, જાણો કોને લાગશે લોટરી!

Cabinet Expansion: ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનવાની રેસ લાગે તો નવાઈ નહીં. રાજ્યમાં 156 ધારાસભ્યોની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોને સમાવવા ને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના 17ના મંતરી મંડળમાં સરકાર 2 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી. આ વિસ્તરણમાં આ પૂર્તિ કરી લેવાશે. રાજ્યમં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે. જેઓ દિલ્હી સુધી એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે.

હાલમાં નાના મંત્રી મંડળના કારણે ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ છે. આ અસંતોષની જ્વાળા હાઈકમાન સુધી પહોંચી છે. ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભાના સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધયક્ષ, મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણુંક કરાઈ હતી. હાલની સરકારમાં 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. હજુ 14 જિલ્લા બાકાત છે. અગાઉ ઘણા નેતાને એમ હતું કે આ સરકારમાં તો સમાવેશ થશે પણ ઘણા રહી ગયા છે. હાલમાં માત્ર ધારાસભ્યોમાંથી માત્ર 12 ટકાને સરકારમાં સ્થાન મળ્યું છે. હવે સરકાર નવા વિસ્તરણમાં બાકાત જિલ્લાઓના નેતાઓને ચાન્સ આપી શકે છે. ઘણા નેતાઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે.

હાલમાં જિલ્લાવાર પ્રતિનિધિત્વ
મંત્રી મંડળમાં જે 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. એમાં સૌથી વધારે સુરત શહેરમાંથી 4 મંત્રીઓ છે. અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી અને એક મંત્રી છે. સરકારમાં ખેડા, કચ્છ, પોરબદર, મોરબી, ગર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સાંબરકાંઠા, નવસારી, જૂનાગઢ અને ગાંધીનગરને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આમ આ જિલ્લાઓમાંથી નવા મંત્રીઓ બની શકે છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

નરેન્દ્ર મોદીએ અગાઉ 2002માં કમુરતામાં જ ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. જેમાં 22 ડિસેમ્બરે તેમની સાથે આખા મંત્રીમંડળે શપથ લીધા હતા. તો 2007માં 23 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે 2012માં 20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમના મંત્રીમંડળને શપથ અપાયા હતા. આમ સતત 3 વાર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કમુરતામાં જ શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે કમુરતામાં વિજય રૂપાણીએ શપથ લીધા હતા. ફક્ત ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારને મૂરતમાં શપથ લેવાનો ચાન્સ મળ્યો છે. હવે તો સમય જ બતાવશે કે પટેલને આ મૂરત કેટલું ફળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news