હવે પોલીસ કમિશનર જાતે અઠવાડિયામાં દરેક પોલીસ સ્ટેશનમાં જઈને કર્મીઓની કામગીરીનું નિરીક્ષણ કરશે!
જો કે હવે શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અને હવે કમિશનર કચેરીની જગ્યાએ શહેર પોલીસ કમિશનર દરેક પોલીસ સ્ટેશનમાં પહોંચશે અને ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેર પોલીસ કમિશનર દ્વારા અત્યારે સુધી દર મંગળવાર અને શુક્રવારે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક ટી મિટિંગનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં શહેરના ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેતા હતા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી.
જો કે હવે શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અને હવે કમિશનર કચેરીની જગ્યાએ શહેર પોલીસ કમિશનર દરેક પોલીસ સ્ટેશનમાં પહોંચશે અને ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરશે. તેમજ જે તે વિસ્તારમાં ક્રાઈમ રેટ, પોલીસ કર્મચારીઓની સમસ્યા અને પોલીસ સ્ટેશનની કામગીરીની તમામ બાબતોની માહિતી મેળવશે.
કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈ ખામી જણાઈ આવશે તો તેને દૂર કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને દસેક દિવસની અંદર ખામી દૂર થાય તે માટે પણ જાણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે