surat city police

સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ પણ લીધી નોંધ, 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે

* ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

Jul 18, 2021, 07:20 PM IST

ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બન્યું ફરી લોહીયાળ, લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો

શહેર હવે ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. સુરતમાં ગુનાઓ ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. રોજેરોજ હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવા અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. જ્યારે ગેંગવોર અને નિયમોના ભંગના તો સેંકડો ગુનાઓ પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા જ રહે છે. 

May 30, 2021, 04:17 PM IST

SURAT: પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિને ગાડીમાં બેસાડી ગાડી સળગાવી દીધી અને...

શહેરનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું. કારની સાથે સાથે મૃતદેહ પણ થયો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી જ ઘટનાને લઇને શંકા, ઘટના આકસ્મિક નહી પરંતુ કાવતરનાની હતી શંકા, પોલીસની શંકા સાચી ઠરી હતી. કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજુ કોઇ નહી પરંતુ કારનો માલિક પોતે જ નિકળ્યો હતો. જિલ્લા SPG પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી.

Apr 25, 2021, 06:54 PM IST

SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો

શહેરમાં ગુનેગારો બેખોફ બન્યા છે, પોલીસનો હવે ડર ન હોય તે પ્રકારે સુરતમાં રોજ એકાદી હત્યા, લૂંટ, બળાત્કારની ઘટના નોંધાય છે. પોલીસ આને ડામવામાં સદંતર નિષ્ફળ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુરતમાં ખુબ જ ગંભીર છે. ત્યારે સુરતમાં હવે વેપારીઓ પણ સલામત નથી. તંબાકુના વેપારી પર ધોળા દિવસે જીવલેણ હુમલો કરીને લૂંટ કરી છે. સુરત શહેરનાં પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલી ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઇકાલે સોમવારે બપોરે ત્રણેક વાગ્યે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારૂઓએ દુકાનદારનું મોઢુ દબાવીને છરીનાં ઉપરા છાપરી ઘા માર્યા હતા. વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. 

Feb 2, 2021, 08:46 PM IST

તંત્ર હોય તો આવું! માત્ર 6 હજારનો દંડ વસૂલવા 1.20 કરોડનો ધુમાડો કર્યો, DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?

શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.

Jan 15, 2021, 09:43 PM IST

સુરત કાયદાની કપરી સ્થિતિ: વરાછામાં બેનના પ્રેમીને ઘરે બોલાવી ભાઇએ કર્યો છરી વડે હૂમલો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એટલી ખરાબ થતી જઇ રહી છે કે દિવસની એક બે ઘટનાઓ જાહેરમાં લોહીયાળ સંઘર્ષની આવતી જ રહે છે. કાલે જ જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઘા મારવા અને એક વ્યક્તિને બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે જીવતો સળગાવવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં આજે ફરી સુરતમાં પ્રેમ પ્રસંગમાં યુવતીના ભાઇઓએ યુવતીના પ્રેમી પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના ભાઇઓએ બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. 

Nov 3, 2020, 05:48 PM IST