ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના એક્સપર્ટસ અનુસાર, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બરના ફરી વરસાદ (heavy rain) નું જોર વધશે. ગુજરાતમાં હજી 20 ટકા વરસાદની ઘટ છે. જે આ ત્રણ દિવસમાં પૂરી થાય તેવી શક્યતા છે. 

Updated By: Sep 19, 2021, 12:59 PM IST
ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના એક્સપર્ટસ અનુસાર, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બરના ફરી વરસાદ (heavy rain) નું જોર વધશે. ગુજરાતમાં હજી 20 ટકા વરસાદની ઘટ છે. જે આ ત્રણ દિવસમાં પૂરી થાય તેવી શક્યતા છે. 

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ (Monsoon) પડે તેવુ વાતાવરણ બંધાયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સંદર્ભે રાજ્યમાં આજથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામા આવ્યુ છે. આ ઉપરાંત પાચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, આ ત્રણ દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે, ચોમાસાની બીજી ઈનિંગમાં ઉત્તર ગુજરાત સાવ કોરુંધાકોર રહ્યું છે. 

ક્યાં ક્યાં વરસાદ

  • રવિવાર

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ 

  • સોમવાર

મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર

  • મંગળવાર 

વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર