ગુજરાતમાં હવે ખતરનાક ઠંડીનો ખેલ શરૂ થશે, આવી ગઈ નવી આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડા પવનો શરૂ થતાં શિયાળાની કડકડતી ઠંડીની થઈ શરૂઆત,,, બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે 16 ડિગ્રી તો આજે 17 ડિગ્રી નોંધાયું તાપમાન,,, હવામાન વિભાગે કહ્યું- હજુ ઠંડી વધશે

ગુજરાતમાં હવે ખતરનાક ઠંડીનો ખેલ શરૂ થશે, આવી ગઈ નવી આગાહી

Ambalal Patel Prediction : ગુજરાતના શહેરોમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. અમદાવાદ સહિત 8 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે. 13.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી ચાર દિવસ નલિયામાં 15 થી 17 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 18 નવેમ્બર બાદ વધુ ઠંડીનો અનુભવ થશે. હાલ ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડીની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ રહ્યા છે. જેના કારણે ઠંડક અનુભવાશે.

હવામાન નિષ્ણાતની આગાહી આવી ગઈ છે.  એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થતા હવે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. ઠંડા પવન શરૂ થતા આગામી ત્રણ દિવસ 16 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળી નીકળા ગયા બાદ ઠંડા પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ત્રણ દિવસ એટલે નવુ વર્ષ અને ભાઈબીજ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતા રવિવાર સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં જે બફારો હતો તે ગાયબ થઈ ગયો છે. આગામી ત્રણદિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેને કારણે રાતના સમયથી લઈને સવાર સુધી ઠંડી અનુભવાશે. 

હવામાન એક્સપર્ટસ કહે છે કે, હાલમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે. જેને કારણે ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થવાથી અમદાવાદનો પારો ગગડ્યો છે. અમદાવાદના પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે. જેથી છેક ભાઈબીજ સુધી ઠંડી અનુભવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news