''પાટીદાર દિકરીઓને ઘરમાં એવી લાગણી અને હૂંફ આપો કે ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરે''
રાજકીય લાભ ખાટવા દાનની જાહેરાત કરનારાઓ સમયસર દાનની રકમ પણ આપે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટી આર.પી.પટેલે જણાવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજની દિકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરતી હોવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું જાણો વિગતવાર,,,
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પાટીદાર સમાજની દિકરીઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતી અટકાવવા માટે અમદાવાદમાં એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોંદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.
ઘરનું વાતાવરણ બદલવા કરી હાકલ:
વિશેષરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર પી પટેલ પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દિકરીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેઓ બેઠેલા તમામને સુનિશ્ચિત કરાવ્યું હતું કે આપણી દિકરીઓ પરિવારના સભ્યો જ સમય આપે અને તેને લાગણીઓ આપે કે જેથી તેઓ અન્ય યુવાનો સાથે ભાગી ન જાય. મહત્વપૂર્ણ છે કે વિશ્વઉમિયાધામના સંકલ્પને પરીપૂર્ણ કરવા સંગઠનના તમામ કાર્યકર્તાઓએ પણ એકી સુરે તમામ કાર્યને પૂર્ણ શક્તિથી પુરા કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.
વિશ્વઉમિયાધામ મંદિર પરિષરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વઉમિયાધામના વૈશ્વિક સંગઠનને મજબૂત બનાવવા અને પાટીદાર સહિત તમામ વર્ગના લોકો સુધી સંસ્થાની સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો.
વિશેષરૂપે અમેરિકાથી પધારેલા NRI મિત્રોએ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓને વિદેશોમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીશ્રીઓને સંબોધન કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર.પી.પટેલે દાતાશ્રીઓને પણ માર્મિક ટકોર કરી હતી. કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે દાનની જાહેરાત કરનારા દાતાશ્રીઓએ સમાજની કોઈ પણ સંસ્થાઓમાં સમયસર પોતાના દાનની રકમ ચુકવી દેવી જોઈએ. વધુમાં તેઓએ વિશ્વ ઉમિયા સુરક્ષા કવચથી 5000 લોકોને સુરક્ષિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર પી પટેલનો રાજકીય આગેવાનો પર પ્રહાર:
કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી. રાજકીય મહત્વાકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે. રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું નથી. રાજકીય હેતુ પૂરો નથી થતો ત્યાં સુધી દાન આપતા નથી. સામાજિક સંસ્થામાં રાજકીય કદ વધારવા દાન જાહેર કાર્ય બાદ આપતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે