કોંગ્રેસે પુરજોશમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, હાર્દિક પટેલે કહ્યું BJP ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી

હાર્દિક પટેલે  ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ તરફે મતદાન કરવામાં આવે તેવી તમામ મતદારોને અપીલ કરવામાં આવી હતી.

કોંગ્રેસે પુરજોશમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, હાર્દિક પટેલે કહ્યું BJP ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી

હિંમાશું ભટ્ટ, મોરબી: મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાઓ ગજવવા માટે થઈને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ મોરબી જિલ્લામાં આવ્યા હતા અને ત્યારે માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે ખેડૂત સભાને સંબોધી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા. 

હાર્દિક પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલે  ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ તરફે મતદાન કરવામાં આવે તેવી તમામ મતદારોને અપીલ કરવામાં આવી હતી.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, પક્ષપલટુને મત આપતા પહેલા મતદાતા વિચાર કરે.. તો હાર્દિક પટેલે નાયબ મુખ્ય પ્રધાન પર મોરબીના સીરામીક ઉદ્યોગકારોને ધમકાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આગામી ત્રણ તારીખના રોજ મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે. જેના માટે હાલમાં રાજકીય પક્ષોના ઉમેદવારો માટે જુદા જુદા સ્થળો ઉપર સભાઓ કરવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવતા જુના ઘાટીલા ગામે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં સભા યોજવામાં આવી હતી. 

જેમાં ધારાસભ્ય લલિત વસોયા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે સભાને સંબોધતા હાર્દિક પટેલે કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને હાલમાં ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણીમાં જંપલાવ્યું છે તે બ્રિજેશ મેરજાએ લોકોના કામ માટે નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. 

ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ તેની અમલવારી છેવાડાના લોકો સુધી કરવામાં આવતી નથી અને એટલા જ માટે આજે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિતનાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાથી આગામી સમયમાં યોજાનાર ચૂંટણીની અંદર કોંગ્રેસના વફાદાર ઉમેદવાર જયંતીભાઈ પટેલ તરફી મતદાન કરવામાં આવે તેવી અપીલ કરી હતી અને સાથોસાથ મતદારો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે પણ અનુરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news