હાર્દિક પટેલનું વોટ્સએપ DP જોયું? પહેલા પંજો હટાવ્યો, અને હવે કેસરી ખેસ પહેર્યો

તાપીના સોનગઢમાં કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા છે. જો કે, પક્ષથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એટલુ જ નહિ, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે અને કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલે પોતાનું DP બદલ્યું હતું. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો. જે અંગે પણ કાનાફૂસી શરૂ થઈ છે.

હાર્દિક પટેલનું વોટ્સએપ DP જોયું? પહેલા પંજો હટાવ્યો, અને હવે કેસરી ખેસ પહેર્યો

ગૌરવ પટેલ/અમદાવાદ :તાપીના સોનગઢમાં કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા છે. જો કે, પક્ષથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એટલુ જ નહિ, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે અને કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલે પોતાનું DP બદલ્યું હતું. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો. જે અંગે પણ કાનાફૂસી શરૂ થઈ છે.

DP માંથી પહેલા પંજો હટાવ્યો, હવે કેસરી ખેસ પહેર્યો
હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાનો અહેવાલો વચ્ચે આજના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ઘણા સમય પછી હાર્દિક કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં સક્રિય રીતે ભાગ લેતા જોવા મળ્યા છે. બેરોજગારી અને યુવાનોના મુદ્દાઓ મામલે કોંગ્રેસ સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યું છે. જો કે, આ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યો છે. આજના સંમેલન અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી હતી. આ પહેલા પર હાર્દિક જાહેરમાં કહી ચુક્યા છે કે, તેઓ પ્રદેશ  કોંગ્રેસના નેતૃત્વથી નારાજ છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ પિક્ચરમાંથી કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હટાવ્યું છે. 

પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વથી હાર્દિક પટેલની નારાજગી વચ્ચે હાર્દિક પટેલે વોટ્સએપમાં પોતાનું DP બદલ્યું છે, ત્યારે આ અંગે હાર્દિકે ખુલાસો કર્યો. પત્રકારોના સવાલનો જવાબ આપતા હાર્દિકે કહ્યું કે હું ડીપી બદલતો રહું છું. કોંગ્રેસથી નારાજગીનો હાર્દિકે ફરી સ્વીકાર કર્યો. જો કે એટલું જરૂર કહ્યું કે તે કોંગ્રેસમાં જ રહેશે. અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાત પણ કરી છે.

તો સાથે જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે નારાજ હાર્દિક પટેલે પોતાનું વોટ્સએપ DP બદલ્યું છે. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે. હાર્દિક પટેલ અગાઉ ભાજપના વખાણ કરી ચૂક્યા છે. તેઓ અગાઉ પોતાને રામભક્ત ગણાવી ચૂક્યા છે. આમ, નારાજગીના દોર વચ્ચે હાર્દિક પટેલનં વોટ્સએપ ચર્ચા જગાવી રહ્યું છે. તેમણે અગાઉ DP માંથી અગાઉ પંજાને દૂર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. પોતાની જ પાર્ટી સામે હાર્દિક સવાલ ઉઠાવી ચૂક્યા છે. તો નારાજીના દોર વચ્ચે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નારાજ નેતાઓની સાથે બેસીને મનાવી લેશું. 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સારી સીટો પર વિજય થયો હતો. આ વખતે ગુજરાતમાં 125 સીટો મેળવીશું. તો નરેશ પટેલ મુદ્દે રઘુ શર્માએ કહ્યું કે, હું જ્યારે પણ રાજકોટ આવું છું ત્યારે નરેશ પટેલ સાથે મુલાકાત થાય છે. મારે તેની સાથે નિયમિત રૂપે વાતચીત થતી જ રહે છે. 

કોંગ્રેસનો આંતરિક વિખવાદ જાણે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. તાપીના કોંગ્રેસના યુવા સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમમાં વધુ એક વિવાદ થયો. યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સદ્દામ ખાતિકનું મંચ પર સન્માન ન થતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ સભા સ્થળેથી ચાલતી પકડી હતી. જો કે બાદમાં કોંગ્રેસના આગેવાનોએ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને સમજાવવાના પ્રયાસો કર્યા અને 50થી વધુ કાર્યકરોને સભા સ્થળેથી પાછા બેસાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news