Weather News: સાપુતારામાં ધોધમાર વરસાદ, તોતિંગ વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ઠપ્પ
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે.
Trending Photos
ઉમેશ પટેલ, ડાંગ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા અંતરિયાળના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.
સાપુતારા સહિત આહવાના તળેટી વિસ્તારોમાં આવેલા સોનગીર, ઉમરપાડા, ભાંદા, વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વીજ પોલ તૂટી જતા અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાંદા ગામ પાસે વીજ પોલ તૂટી જતા માર્ગ અવરોધાયો હતો. ભારે વરસાદને પગલે ખાપરી નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જોકે વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે ઘરોને નુકસાની ના અહેવાલ સાંપડી શક્યા નહતા.પાછોતરા વરસાદ ને પગલે ખેતી પાકો ને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
વહેલી સવારથી સુરત નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામી છે. ઓલપાડ, માંગરોળ, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જિલ્લાના ખેરગામ તાલુકામાં સવારે 4 થી 6 વાગ્યાના 2 કલાકમાં નોંધાયો 40 મિમી વરસાદ નોંધાયો છે, નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 8 કલાકમાં નવસારી, 08 મિમી, જલાલપોર 06 મિમી, ખેરગામ : 40 મિમી (1.6 ઇંચ), વાંસદા : 02 મિમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદની સંભાવના
એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ અંગે હવામાન વિભાગે પણ મહત્ત્વની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 3 દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાન મચાવી શકે છે તે અંગે પણ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓ પૈકીના કેટલાંક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.
નવરાત્રિમાં પડશે વરસાદ
ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે