રાજસ્થાનમાં 5 ગુજરાતીઓના મોત : કચ્છના ડોક્ટર પરિવારને કાળ ભરખી ગયો, મૃતદેહ જોનારાઓનુ કાળજુ કંપી ગયું

Rajasthan car accident : રાજસ્થાનના બીકાનેરમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત,,, રસ્તા પર ઉભેલા ટ્રકને કારે મારી ટક્કર,,, અકસ્માતમાં 5 લોકોના થયા મૃત્યુ,,, તમામ મૃતક ગુજરાતના હોવાનું કહેવાઈ રહ્યું છે
 

રાજસ્થાનમાં 5 ગુજરાતીઓના મોત : કચ્છના ડોક્ટર પરિવારને કાળ ભરખી ગયો, મૃતદેહ જોનારાઓનુ કાળજુ કંપી ગયું

Gujaratis death in car accident : રાજસ્થાનના બીકાનેરમાં ભયાનક કાર અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. ભયંકર કાર અકસ્માતમાં કચ્છના ડોક્ટર પરિવારની બે મહિલા, બે પુરુષ અને એક બાળકીનું મોત નિપજ્યું છે. ભારતમાલ એક્સપ્રેસ પર આ દુર્ઘટના બની હતી. બીકાનેરની પાસે ઉભેલા ટ્રકમાં સ્કોર્પિયો કારે ટક્કર મારી હતી. રાજસ્થાનના બીકાનેરમાં ભયંકર અકસ્માતમાં પાંચ ગુજરાતીના મોત નિપજ્યા છે. પૂરઝડપે દોડતી સ્કોર્પિયો કાર રોડની સાઈડ પર ઉભેલી ટ્રકમાં ઘૂસી હતી. આ અકસ્માતમાં માંડવીના ડૉક્ટર દંપતી અને પુત્રી સહિત 5એ ઘટના સ્થળે દમ તોડ્યો. 

રાજસ્થાનમાં ભીષણ રોડ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીકાનેરના રાસીસરના કેસરદેવર ભારતમાલા રસ્તા પર એક સ્કોર્પિયો કાર અને ટ્રકની જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, સ્કોર્પિયો કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ નોખા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં રસ્તા પરથી ગાડી હટાવવાની કામગીરી કરાઈ હતી. ગાડીને ક્રેનની મદદથી હટાવાઈ હતી. 

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 16, 2024

 

આ ભીષણ અકસ્માતમાં કચ્છના પાંચ લોકોના જીવ ગયા છે. અકસ્માતમાં બે મહિલા, બે પુરુષ અને એક 18 મહિનાની બાળકીનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. આ તમામ લોકો કચ્છના માંડવીના રહેવાસી હતી. કચ્છ ભુજના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ અને 18 મહિનાની પુત્રી નાયસા, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. પૂજા અને તેમના પતિ કરમકૃષ્ણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. 

તમામ મૃતકો ગુજરાતમાંથી પહેલગાંવ કાશ્મીર ફરવા ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયોના ટુકડા થઈ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news