તરછોડાયેલા સ્મિતની 12 વર્ષ સુધી તમામ સારવાર ફ્રી, આજ હોસ્પિટલમાં થયું હતું વેક્સીનેશન
ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી મળી આવેલા બાળકને એડોપ્ટ કરવા માટે 190 થી વધુ પોલીસને કોલ મળ્યા હતા. હાલ પણ અનેક લોકો સ્મિતને રાખવા તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌશાળા નજીકથી મળી આવેલા બાળકને એડોપ્ટ કરવા માટે 190 થી વધુ પોલીસને કોલ મળ્યા હતા. હાલ પણ અનેક લોકો સ્મિતને રાખવા તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયા આધારે બાળક એડોપ્ટ થઈ શકે છે ત્યાં સુધી બાળક ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવશે.
મંગળવારે ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતને સાથે રાખી અમદાવાદની બે હોસ્પિટલમાં તપાસ પંચનામુ કર્યું. બોપલ ખાતે આવેલી ચાઈલ્ડ હુડ હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા દાખવી બાળકને 12 વર્ષ સુધી તમામ સારવાર માટેનો ખર્ચ અને વેક્સિનેશનનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવી છે. મહત્વનું છે કે હાલમાં બાળકને સગા પિતા દ્વારા તરછોડવામાં આવ્યો હતો, તેવા બાળક માટે ડોકટરોએ માનવતા દાખવી અને સ્મિતના ભવિષ્યની ચિંતા કરી.
કાશ્મીરથી કન્યા કુમારી સુધી કૌભાંડની હારમાળા સર્જનાર જાણો કોણ છે અનમોલ શેઠ, ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ સ્મિતને તમામ રસી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં જ આપવામાં આવતી હતી. ત્યારે મહેંદી ઉર્ફે હિના પેથાણી અને સચિન દીક્ષિત માસીના ઘુમા સ્થિત ઘરેથી આવતા હતા. સંગીતા હોસ્પિટલમાં સ્મિતનો જન્મ થયો હતો બાદમાં ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં સ્મિતનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. સચિન જ એ વ્યક્તિ છે જેણે પોતાની લિવ-ઇન પાર્ટનર હીનાની હત્યા કરી અને પછી 10 માસના માસૂમ બાળકને રાત્રિના અંધકારમાં તરછોડી દીધો હતો.
પોલીસનો કોઈ જ ખોફ નથી, ધોળા દિવસે તમંચા સાથે બાઈક પર આવ્યા 3 શખ્સો અને 15 મિનિટમાં જ...
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે સ્મિતનો જન્મ થયો હતો. હીના અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. સ્મિતના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમિયાન હીના અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે હીનાએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.
પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા
આ ઉપરાંત સ્મિતને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને હીના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે સ્મિતને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં સ્મિતને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે