OLYMPICS માં શું આ વખતે કોન્ડોમથી રમાશે કોઈ રમત? જાણો કેમ એથલીટોને કરાશે દોઢ લાખથી વધુ કોન્ડોમનું વિતરણ!
જ્યારથી AIDSની શરૂઆત થઈ ત્યારથી દર ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓને કોન્ડોમ આપવામાં આવે છે. ત્યારે, દર વખતની જેમ આ વખતે પણ 23 જુલાઈથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિકમાં એથલીટોને કોન્ડોમ આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્લીઃ જ્યારથી AIDSની શરૂઆત થઈ ત્યારથી દર ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓને કોન્ડોમ આપવામાં આવે છે. ત્યારે, દર વખતની જેમ આ વખતે પણ 23 જુલાઈથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિકમાં એથલીટોને કોન્ડોમ આપવામાં આવશે. પરંતુ, સવાલ અહીં અવો ઉભો થાય છે કે આ ઓલિમ્પિક કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહ્યો છે. જેના પગલે સોશિયલ ડિસ્ટન્સટ રાખવું મહત્વનું છે. તો કેમ આ વખતે પણ IOC દ્વારા કોન્ડોમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે?
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (INTERNATIONAL OLYMPIC COMMITTEE) 11 હજાર ભાગ લઈ રહેલા એથલીટોને કોન્ડોમનું વિતરણ કરશે. એક અહેવાલ મુજબ, IOC એથલીટ દીઠ 14 કોન્ડોમનું વિતરણ કરશે. પરંતુ, IOC નથી માંગતુ કે એથલીટો આ વખતેના ઓલિમ્પિકમાં સેક્સ કરે. ઉલ્લેખનિય છે કે, આ વખતેના ઓલિમ્પિકની 33 પેજની પ્લેબૂકમાં સોશિયલ ડિસ્ટન્સ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. અને ખેલાડીઓને કોઈ પણ પ્રકારના ફિઝીકલ કોન્ટેક્ટમાં નહીં આવવા માટે જણાવવામાં આવ્યું છે. એક ખેલાડી ના તો બીજા ખેલાડીને આલિંગન આપી શકે ના તો હેન્ડશેક કરી શકે. આ વખતેનું ઓલિમ્પિક વિલેજ એક મોટો કેન્ટેઈનમેન્ટ ઝોન જેવો હશે.
આ વખતે કેમ અપાયા છે કોન્ડોમ?
IOCએ કોન્ડોમ વિતરણ અંગે સ્પષ્ટતા કરી છે કે, અમે નથી ઈચ્છતા કે આ વખતેના ઓલિમ્પિકમાં એથલીટ સેક્સ કરે. પરંતુ, અમે એટલે કોન્ડોમનું વિતરણ કર્યું છે કે એથલીટ્સમાં સેફ સેક્સ વિશે જાગૃતિ આવે અને તેઓ આ કોન્ડોમ લઈને પોતાના દેશોમાં જઈ સેફ સેક્સ અને કોન્ડોમ અંગે જાગૃતિ ફેલાવે.
રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!
ક્યારથી કરવામાં આવી રહ્યું છે કોન્ડોમનું વિતરણ:
મહત્વનું છે કે, માત્ર આ ઓલિમ્પિકમાં જ નહીં પણ પાછલા ઘણા ઓલિમ્પિકથી કોન્ડોમનું વિતરણ કરવામાં આવે છે. ઓલિમ્પિક વિલેજમાં કોન્ડોમ વિતરણની શરૂઆત 1988ના સિઓલ ઓલિમ્પિકમાંથી થઈ હતી. તે સમયે AIDSની બિમારીએ વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોનો ભરડો લીધો હતો. અને ત્યારથી જ કોન્ડોમનું વિતરણ દરેક ઓલિમ્પિકની એક મહત્વની પ્રથા બની ગઈ. 2016ના રિયો ઓલિમ્પિકમાં 4.50 લાખ કોન્ડોમનું વિતરણ કરાયું હતું. જેમાં દરેક ખેલાડીને 42 કોન્ડોમ અપાયા હતા. જેમાંથી 1 લાખ ફિમેલ કોન્ડોમ હતા.
ઓલિમ્પિકમાં કોન્ડોમને લઈને રસપ્રદ કિસ્સા:
- વર્ષ 2000ના સિડની ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયન આયોજકોએ એથલીટોની કોન્ડોમની માંગને પહોંચીવળવા માટે 20 હજાર વધુ કોન્ડોમનો ઓર્ડર કરવો પડ્યો હતો.
- 12 વખતના અમેરિકન મેડલિસ્ટ રાયમ લોચેએ એકવાર કહ્યું હતું કે, મેં લોકોને ઓલિમ્પિક વિલેજમાં ખુલ્લામાં પણ સેક્સ કરતા જોયા છે. તેમણે કહ્યું હતું કે અંદાજીત 70થી 75 ટકા એથલીટ્સ ઓલિમ્પિક વિલેજમાં સેક્સ કરતાં હોય છે.
- અમેરિકન એથલીટ બ્રેકોક્સ ગ્રેરએ દાનો કર્યો હતો કે, સિડનીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં તેણે દરરોજના 3 મહિલાઓ સાથે સેક્સ કર્યું હતું.
- જ્યારે, અન્ય એક અમેરિકન એથલીટ હોપ સોલોએ કબૂલયુ હતું કે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં તેણે એક મહિલા સેલેબ્રિટી સાથે પોતાના રૂમમાં સેક્સ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે