‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ રાજકોટમાં ચારેબાજુ જુગારી પત્નીની ચર્ચા

‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ આ શબ્દો છે એ રાજકોટમાં રહેતા એ પતિના જેણે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ ફરિયાદમાં કહ્યું છે કે, તેની પત્ની જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ હતી. સવારે 11.30 કલાકે જિમ જવાનું કહી બપોરે 1.30 કલાકે પરત આવતી હતી, ને આ સમયમાં જુગાર રમવા જતી હતી. મારી પત્નીએ જુગારની લતમાં ઘરમાંથી દાગીના ચોરી લઈ લોન મેળવી હતી. ત્યારે રાજકોટનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટમાં ચારેતરફ હાલ જુગારી પત્નીની ચર્ચા ચાલી રહી છે. 

‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ રાજકોટમાં ચારેબાજુ જુગારી પત્નીની ચર્ચા

રક્ષિત પંડ્યા/રાજકોટ :‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ આ શબ્દો છે એ રાજકોટમાં રહેતા એ પતિના જેણે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ ફરિયાદમાં કહ્યું છે કે, તેની પત્ની જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ હતી. સવારે 11.30 કલાકે જિમ જવાનું કહી બપોરે 1.30 કલાકે પરત આવતી હતી, ને આ સમયમાં જુગાર રમવા જતી હતી. મારી પત્નીએ જુગારની લતમાં ઘરમાંથી દાગીના ચોરી લઈ લોન મેળવી હતી. ત્યારે રાજકોટનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટમાં ચારેતરફ હાલ જુગારી પત્નીની ચર્ચા ચાલી રહી છે. 

અમેરિકાના ગ્રહો ત્રીજુ વિશ્વયુદ્ઘ નોતરશે કે તબાહી લાવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજકોટના અંકિત ભીમાણી નામનો કરિયાણાનો વેપારી મેઘાણીનગરમાં રહે છે. તેણે પોતાની પત્ની અંકિતા સામે ભક્તનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. પતિએ જ પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતી અંકિતા આરદેશણા સાથે થયા હતા. નવરાત્રિના આઠમા નોરતે મારી પત્ને કોઈને કહ્યા વગર પોતાના પિયર જતી રહી હતી. જેના બાદ અમને માલૂમ પડ્યું કે, તે જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ હતી.  

પતિએ પોલીસને જણાવ્યું કે, તેની પત્ની એકતા રોજ સવારે 11 વાગ્યે જિમમાં જતી હતી, પરંતુ તે જીમના બહાને જુગાર રમવા જતી હતી તે મને ખબર ન હતી. પરંતુ એક દિવસ અલ્કાબેન નામની મહિલા અમારા ઘરે આવી હતી, અને તેણે કહ્યું કે, એકતા જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ છે. તેની ઉઘરાણી અમે કરવા આવ્યા છે. ત્યારે અમે ઘરની તિજોરી ચકાસી, તો તેમાંથી સોનાનો હાર, કાનની બુટ્ટી, સોનાની લકી, વિંટી સહિત કુલ 6 લાખ જેટલા રૂપિયાના દાગીના ગાયબ હતા. એકતાને પૂછતા તેણે સ્પષ્ટ કર્યું કે, જુગારના રૂપિયા હારી જતા તેણે દેવુ ચૂકવવા આ દાગીના ચોર્યા હતા. આ દાગીનાને ગિરવે મૂકીને તેણે લોન લીધી છે. 

દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું

એટલું જ નહિ, અંકિતાએ લીધેલા રૂપિયાની વસૂલાત અંકિત ભીમાણીના પરિવાર પાસેથી કરવામાં આવી રહી હતી. રૂપિયાની ઉઘરાણી કરવા મામલે તેના મકાન પર પત્થરમારો પણ કરાયો હતો. ત્યારે અંકિત ભીમાણીએ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news