સ્વરૂપવાન પત્નીનો પરપુરુષ સાથે સંબંધ છે... તેવુ માનીને પતિએ કરી હત્યા
Rajkot Crime News : ત્રિલોકિરામ પત્નીના ચારિત્ર્ય ઉપર સતત શંકા કરતો હતો, અને મનીષાને કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે તેવું લાગતું હતું, જેને લઈને ત્રિલોકિરામે તેને મોતને ઘાટ ઉતારી દીધી
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર :લગ્ન સંબંધ એટલે એક બીજાપરનો વિશ્વાસ અને સમર્પણ. પરંતુ જ્યારે આ સંબંધમાં અવિશ્વાસ આવે એટલે શું થાય સમય જ બતાવે છે. જેતપુરમાં બની આવી આવી જ એક ઘટના બની છે. જ્યાં રબારીકા રોડ ઉપર એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કારણ કે તેણે તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું લાગી રહ્યું હતું.
ઘટના છે રાજકોટ જિલ્લાના જેતપુરની. રબારીક રોડ ઉપર આવેલ મહાદેવ સાડી ફિનિશિંગ કારખાનાના મજૂરોને રહેવાની ઓરડીમાંથી ગત રોજ એક મહિલાની લાશ મળી આવી હતી, જેની જાણ કારખાના માલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આજ કારખાનામાં બિહારના ભભૂઆ જિલ્લાના રહેવાસી ત્રિલોકિરામ ચમાર અને તેની પત્ની મનીષા સાથે રહીને કામ કરતો હતો, સાથે તેની પત્ની મનીષાના કાકાનો દીકરો સુનિલ ચમાર પણ અહી રહીને કામ કરતો હતો. સાથે જ બિહારના ઘણા બધા મજૂરો અહી રહીને કામ કરે છે. નવરાત્રી ચાલતી હોય બધા રાત્રિ દરમિયાન ગરબા જોવા ગયા હતા. રાત્રે પરત આવીને બધા જમીને સૂઈ ગયા હતા. ત્યારે ત્રિલોકિરામની ઓરડી જોઈ તો ઓરડી બહારથી બંધ હતી. સવારે મજૂરોની ઓરડીમાં જ રહેતા બિહારના ઈન્દુબેન ઉઠયા અને જમવાનું બનાવવા માટે જતાં હતા ત્યાર ફરીથી ત્રિલોકિરામની ઓરડી બહારથી બંધ જોવા મળી હતી. જેથી અહીજ કામ કરતાં અને મનીષાના કાકાના ભાઈ સુનિલને બોલાવીને ઓરડી ખોલાવી તો મનીષા એકલી જમીન ઉપર સૂતી હતી અને તને ઉથાડવાની પ્રયાસ કરતાં તે ઉઠી ના હતી. જેને લઈને સુનિલે કારખાના માલિકને બોલાવ્યા હતા, અને મનીષાનું મોત થયાનું સામે આવ્યું હતું, મનીષાના ભાઈને શંકા જતાં પોલીસ ફરિયાદ કરી હતી. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરતાં મનીષાનું મોત ગળું દબાવીને થયાનું ખૂલ્યું હતું, જ્યારે આ સમગ્ર ઘટના સમયે મનીષાનો પતિ ત્રિલોકિરામ કયાંય દેખાયો ન હતો. મનીષાના ભાઈ સુનિલે તેના બનેવી ત્રિલોકિરામને ફોન કર્યો કે મનીષા નું મોત થયું છે ત્યારે ત્રિલોકિરામે એવો જવાબ આપ્યો કે મારે તેનું મોઢું પણ નથી જોવું.
કોણ છે હત્યારો શા માટે હત્યા કરી
મૃતક મનીષાના ભાઈ સુનિલે જ્યારે તેના બનેવી અને મનીષાના પતિ ત્રિલોકિરામને ફોન કર્યો અને તેણે જે જવાબ આપ્યો તે પ્રમાણે મનીષાની હત્યા તેના પતિ ત્રિલોકિરામે જ કરી હતી. રાત્રે જયારે બધા મજૂરો નવરાત્રિના ગરબા જોવા માટે બહાર ગયા અને કારખાનામાં કોઈ ન હતું ત્યારે શાંતિનો મોકો ઉઠાવીને તેણે મનીષાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મનીષા અને ત્રિલોકિરામના લગ્ન હાલમાં જ થયા હતા. બંનેની ઉંમર પણ નાની છે, દેખાવમાં મનીષા નમણી અને કામણગારી દેખાતી હતી. જેને લઈને ત્રિલોકિરામને તેના ચારિત્ર્ય ઉપર સતત શંકા કરતો હતો, અને મનીષાને કોઈ અન્ય પુરુષ સાથે આડા સબંધ છે તેવું લાગતું હતું, જેને લઈને ત્રિલોકિરામે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આમ, જેતપુર પોલીસે ત્રિલોકરામને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો એક શંકાને કારણે એક પરિવાર બંધાય તે પહેલા જ તૂટી ગયો છે. ના પત્ની નો સાથ રહ્યો, ના સમાજનો સાથ રહ્યો તો હવે જેલના સળિયા ગણવાનો સમય રહ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે