ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર થઇ શકે છે
ગાંગુલીની ખાદ્યતેલ અંગેની એક જાહેરાત પણ અટકાવી દેવામાં આવી છે
Trending Photos
* ગાંગુલીની ખાદ્યતેલ અંગેની એક જાહેરાત પણ અટકાવી દેવામાં આવી છે
તેજસ મોદી/સુરત : શહેરના રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. જેની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. કારણ કે સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.
તેલ કંપની દ્વારા પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.
મોટાભાગની બ્રાન્ડનું નકલી તેલ-ઘી બનાવતા હતા. માત્ર એક કંપની જ નહીં પરંતુ લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સુમુલ જેવી સહકારી અને વિશ્વસનીય બ્રાન્ડના ઘીનું પણ ડુપ્લિકેશન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે