વડોદરામાં 3 લિફ્ટમાં કર્મચારીનું માથુ ફસાઇ જતા મોત, લોહીના ફુવારા ઉડ્યા

ખંડેરાવ માર્કેટ પાસે આવેલી 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારને થતા મૃતદેહને લઇ ઘરે પહોંચી ગયા હતા. જો કે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથુ ફસાઇ જતા અવાજ આવ્યો હતો. જેના કારણે માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ દોડધામ CCTV માં કેદ થઇ ગઇ હતી. 
વડોદરામાં 3 લિફ્ટમાં કર્મચારીનું માથુ ફસાઇ જતા મોત, લોહીના ફુવારા ઉડ્યા

વડોદરા : ખંડેરાવ માર્કેટ પાસે આવેલી 3 માળની આર.આર ફ્રૂટ્સ નામની જથ્થાબંધ ફ્રૂટની દુકાનમાં નોકરી કરતો કર્મચારી દુકાનમાં આવેલી લિફ્ટમાં ફસાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારને થતા મૃતદેહને લઇ ઘરે પહોંચી ગયા હતા. જો કે પોલીસે કાર્યવાહી કરવા માટે મૃતદેહ લેવાની તજવીજ હાથ ધરી છે. લિફ્ટમાં ફસાયેલા યુવાનનું માથુ ફસાઇ જતા અવાજ આવ્યો હતો. જેના કારણે માલિક અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ દોડધામ CCTV માં કેદ થઇ ગઇ હતી. 

વડોદરા શહેરના દંતેશ્વરમાં કાન્હાભાઇ ભરવાડ પરિવાર સાથે રહેતો હતો. 15 દિવસ પહેલા જ ખંડેરાવ માર્કેટ પાસે આવેલા આર.આર ફ્રૂટ્સમાં નોકરી પર લાગ્યો હતો. બપોરના સમયે ફ્રુટ શોપના માલિક રમેશભાઇ પોતાના કાઉન્ટર પરથી ખુરશીમાં બેઠો હતો. ત્યારે સંજય નામનો કર્મચારી કામ કરી રહ્યો હતો. દરમિયાન કાન્હા ભરવાડ ફ્રુટ્સનો જથ્થો લઇને લિફ્ટમાં ત્રીજે માળે ગયો હતો. દરમિયાન એકાએક અવાજ આવતા સંજય દોડી ગયો હતો. જ્યાં તેણે લિફ્ટમાં માથુ ફસાઇ જતા મોતને ભેટેલા કાન્હાને જોઇને ચોંકી ઉઠ્યો હતો. 

લિફ્ટમાં માથુ આવી જતા લોહીના ફુવારા ઉડ્યા હતા. આ લોહી દુકાનના ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવી પહોંચ્યું હતું. દુકાનનામાં માલિક પણ ઘટના જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ કાન્યા ભરવાડની પરિવારજનોને કરાતા 15 જેટલા લોકો દુકાન પર દોડી આવ્યા હતા. આ બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. જો કે પોલીસ આવે તે અગાઉ પરિવાર કાન્હાનો મૃતદેહ લઇને અંતિમવિધિ માટે રવાના તઇ ગયા હતા. 

દરમિયાન દુકાન પર પહોંચેલી પોલીસને મૃતદેહ પરિવારજનો લઇ ગયા હોવાની જાણ થતા તુરંત જ પોલીસ મૃતકના ઘરે પહોંચી અને મૃતદેહનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે બપોરના સમયે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. બીજી તરફ બાજી નવાપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને CCTV ફૂટેજ મેળવીને આગળની તપાસ આદરી છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news