IPL 2022 Final: BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય, આઇપીએલ 15ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

IPL 2022 Final: અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ની કવોલિફાયર 2 અને ફાઈનલ મેચ રમાશે. અમદાવાદમાં કવોલીફાયર 2 ની મેચ 27 મેના રોજ જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

IPL 2022 Final: BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય, આઇપીએલ 15ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

અતુલ તિવારી, અમદાવાદ: IPL 15 ની ફાઈનલ મેચ 29 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. BCCI ની એપેક્ષ કાઉન્સિલમાં IPL 15 ની પ્લે ઓફ સહિત ફાઈનલ મેચ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. IPL ની પ્લે ઓફની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કોલકાતાના ઇડન ગાર્ડન મેદાનમાં રમાશે. 6 દિવસના કાર્યક્રમમાં 4 મેચનું આયોજન કરાયું છે.

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL ની કવોલિફાયર 2 અને ફાઈનલ મેચ રમાશે. અમદાવાદમાં કવોલીફાયર 2 ની મેચ 27 મેના રોજ જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતામાં 24 મેના રોજ કવોલીફાયર 1 અને 26 મેના રોજ એલીમીનેટર મેચ રમાશે.

કવોલીફાયર 1 માં વિજેતા બનનાર ટીમ IPL ની ફાઈનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ એલીમીનેટર મેચ રમાશે, જેમાં વિજેતા બનનાર ટીમને કવોલીફાયર 2 માં પ્રવેશ મળશે. કવોલીફાયર 1 માં હારનાર ટીમ સામે એલીમીનેટરમાં વિજેતા બનનાર ટીમ રમશે અને વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચશે.

અમદાવાદમાં રમાનારી ફાઈનલમાં 100 દર્શકોને પ્રવેશ આપવામાં આવશે, જો કે દર્શકોના પ્રવેશ અંગેનો આખરી નિર્ણય જે તે સમયે કોરોનાની પરિસ્થિતિ ઉપર નિર્ભર કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news