હાથી જેવો મહાકાય પાડો દક્ષિણ ગુજરાતમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
Trending Photos
વિનાયક જાદવ/તાપી : ગુજરાતના સૌરાષ્ટ્રમાં સત્તાધારમાં આપાગીઘા પાડો હિન્દૂ ધર્મની અસ્થાનું કેન્દ્ર બન્યું છે. જ્યારે તાપી જિલ્લામા ડોલવણ તાલુકાના કલાકવા ગામમા એક પશુ પાલકને ત્યાં હાથી જેવો મહાકાય જાફરાબાદી પાડો છે. ખે઼ડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતા તાપી જિલ્લામાં પ્રથમ એવા પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના કલકવા ગામે પશુપાલનને લઈને એક પશુ પાલક જયપ્રકાશભાઈ પટેલ પાડાનું જતન કરતા નજરે પડ્યા છે. આ 4 વર્ષીય પાડાનું વજન આશરે 1200 કિલો, લંબાઈ 10 ફૂટ અને ઉંચાઈ 5 ફૂટ 8 ઇંચ જેટલી છે. તાપી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જયપ્રકાશભાઈ પોતે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોઈ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જાફરાબાદી પાડાને ઉછેરી રહ્યાં છે. 4 વર્ષનો કદાવર પાડો મહિનામાં 40 થી 45 વખત બીજદાન કરતો હોઈ તેની ઓલાદ પણ કદાવર અને ગુણવત્તાવાળી જન્મે છે. બીજદાન વધે તે માટે પાડાને કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે છે.
આ પાડાનું બીજદાન ઉત્તમ ગુણવત્તાવાળું હોવાનું પશુપાલકો માને છે. જ્યારે આવા પાડાનું બીજ અન્ય ભેંસોને અપાતા આશરે 300 જેટલી ભેંસોને બીજ આધારિત બચ્ચાઓ જન્મ્યા છે. આ મામલે પાડાના મલિક દ્વારા પશુ ડોક્ટરો અને સરકારને પણ હાકલ કરી છે. આ પાડાને ખરીદવા માટે અનેક લોકોએ ઓફર કરી છે. લોકોએ 20 લાખ રૂપિયામાં પાડો આપવાની માંગણઈ કરી હતી. પરંતુ પાડાના માલિક જયપ્રકાશભાઈએ આવી દરેક ઓફર ફગાવી દીધી છે. હાથી જેવો વિશાળ સ્વરૂપ ધરાવતો પાડો આજે તાપી જિલ્લામાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે