પંચમહાલ NEET કાંડ મામલે આ સ્કૂલના ચેરમન દીક્ષિત પટેલનો સૌથી મોટો ખુલાસો
જો કે પંચમહાલ એલસીબી પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસથી બંને આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કે ઝડપાયેલા બંને આરોપીઓને આવતી કાલે રિમાન્ડ માટે કોર્ટ માં રજૂ કરવામાં આવનાર છે.
Trending Photos
ઝી બ્યુરો/પંચમહાલ: પંચમહાલથી સામે આવેલ NEET પ્રકરણ મામલે પંચમહાલ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્ય સૂત્રધાર ગણાતા બંને આરોપીઓને રાજસ્થાનના બાંસવાળાથી જિલ્લા એલસીબીની ટીમે ગત રાત્રે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. છેલ્લા કેટલાક દિવસ થી રાજ્ય સહિત દેશના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવનાર પંચમહાલથી સામે આવેલા NEET પ્રકરણમાં આરોપી વડોદરાના પરશુરામ રોયને ઝડપી પાડ્યાના એક દિવસ બાદ જ મુખ્ય આરોપીઓ એવા તુષાર ભટ્ટ અને આરીફ વોરાને પણ રાજસ્થાનના બાંસવાળાથી સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ને ચકમો આપી ગુજરાત થી રાજસ્થાન પહોંચી ગયા હતા.
જો કે પંચમહાલ એલસીબી પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસથી બંને આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કે ઝડપાયેલા બંને આરોપીઓને આવતી કાલે રિમાન્ડ માટે કોર્ટ માં રજૂ કરવામાં આવનાર છે. કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ થશે આકરી પૂછપરછમાં NEET ષડયંત્ર મામલે અનેક રાજ પરથી પડદો ઉઠી શકે છે.
ગત 5મેના રોજ ગોધરાની જય જલારામ સ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં મેડિકલમાં પ્રવેશ માટે ખૂબ જ મહત્વની ગણાતી NEETની પરીક્ષા યોજાઈ હતી. જે મામલે જિલ્લા કલેક્ટરને અગાઉ થી બાતમી મળેલ હતી કે આ કેન્દ્ર પર નાણાકીય વ્યવહાર લઈ કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી મેરીટમાં લાવવાનો સોદો થયો છે. બાતમીના આધારે જિલ્લા કલેક્ટરે શિક્ષણ વિભાગના અધિકારી સાથે ટીમ બનાવી પરીક્ષાના દિવસે જ પરીક્ષા કેન્દ્ર પર છાપો મારતા જેમના નામની બાતમી મળી હતી. તે તુષાર ભટ્ટની કારમાંથી 7 લાખ રોકડ મળી આવી હતી. સાથે જ તેના મોબાઈલ ચેક કરતા ગોધરાના આરીફ વ્હોરા અને પરશુરામ રોય પણ આ ષડયંત્ર માં સામેલ હોવાની ચોકવનારી હકીકતો સાથે કેટલીક મહત્વની વોટ્સએપ ચેટ અને પુરાવાઓ મળી આવ્યા હતા. જે સંદર્ભે ગોધરા તાલુકા પોલીસ મથકે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, આરીફ વ્હોરા અને પરશુરામ રોયની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે સૌ પ્રથમ આરોપી પરશુરામ રોયને વડોદરાથી ઝડપી પાડ્યો હતો. જ્યારે તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને આજે બાંસવાળાથી ઝડપી પાડવામાં આવ્યા છે.
આવતી કાલે બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. જ્યાં પોલીસ દ્વારા તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાની પૂછપરછ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. રિમાન્ડ બાદ બંનેની પૂછપરછમાં અનેક નામો સામે આવવાની શક્યતા સેવાઇ રહી છે. સાથે જ તુષાર ભટ્ટના મોબાઈલ માંથી મળી આવેલ વોટ્સએપ ચેટમાંથી સામે આવેલા 6 નામો વાળા વ્યક્તિઓની સાથે સાથે સંખ્યાબંધ લોકોની આ મામલે પૂછપરછ કરવામાં આવશે. હાલ આ સમગ્ર મામલે ત્રણે આરોપીઓ ની ધરપકડ કરી રોકડ,મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ NEET કાંડ મામલે જય જલારામ સ્કૂલ ના ચેરમેન દીક્ષિત પટેલે પણ સૌથી મોટો સ્ફોટક નિવેદન કરતા જણાવ્યું હતું કે,ગત વર્ષે મારી પર NEET પરીક્ષા માં ગેરરીતિ થી કામ કરાવવા માટે કેટલાક વાલીઓએ પ્રેસર કર્યું હતું. અશોક પટેલ નામના વ્યક્તી તેમની દીકરી માટે ગત વર્ષે ગેરરીતિ કરવા માટે મારી જોડે આવ્યા હતા. સાથે જ જણાવ્યું કે આ વર્ષે પણ અશોક પટેલ નો દીકરો NEETની પરીક્ષા અમારા શાળાના પરીક્ષા કેન્દ્ર પર આપતો હોય ગેરરીતિ કરાવવા માટે આડ કતરી રિતે પ્રેસર કરાવ્યું હતું. દીક્ષિત પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ષડયંત્રના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓ ની પણ સંડોવણી છે.
ઉલ્લેખનીય છે કે દીક્ષિત પટેલ દ્વારા જે અશોક પટેલ પર અતિ ગંભીર આક્ષેપ કરવા માં આવ્યા છે. તે અશોક પટેલ ગોધરા નજીક આવેલ છબનપુર એ એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ છે. જલારામ સ્કૂલ ના ચેરમેન દીક્ષિત પટેલે આ સમગ્ર મામલે અશોક પટેલ સામે તપાસ કરાવવા માંગણી કરી છે. આ વખતની NEET પરીક્ષામાં અગાઉથી અણસાર હોવાના કારણે કોઈ જ ગેરરીતિ ન થઈ હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે