જામનગરમાં કિશોરના અપહરણ બાદ તેની હત્યા કરાઈ, બે ભાઈના ડુંગર પાસે મળી લાશ

Minor Boy Kidnapped And Murder : જામનગરમાં સગીરનું અપહરણ બાદ કરાઈ હત્યા... મોહનનગર આવાસમાંથી સગીરનું અપહરણ કરાયું હતું... ઠેબા નજીક બે ભાઈના ડુંગર પાસેથી મૃતદેહ મળી આવ્યું
 

જામનગરમાં કિશોરના અપહરણ બાદ તેની હત્યા કરાઈ, બે ભાઈના ડુંગર પાસે મળી લાશ

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગરમાંથી સગીરનું અપહરણ બાદ તેની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે. મોહનનગર આવાસમાંથી સગીરનું અપહરણ કરાયું હતું. જેના બાદ ઠેબા નજીક બે ભાઈના ડુંગર પાસેથી સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી જામનગરના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસમાં મૃતકના બે મિત્રો શંકાના દાયરામાં છે. હાલ સગીરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે. તેમજ અપહરણ સમયના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે, જેના આધારે તપાસ શરૂ કરાઈ છે. 

બે મિત્રોની સંડોવણી હોવાની શક્યતા 
મળતી વિગતો અનુસાર જામનગર શહેરના મોહનનગર આવાસમાં રહેતો એક સગીર શાળાએ જવા માટે નીકળ્યો હતો. ત્યાર બાદમાં સોસાયટીના ગેટ પાસે જ સગીરના બે મિત્રોએ તેનું અપહરણ કરી અને ફરાર થઈ ગયા હતા. સગીરના માતા પિતાએ શાળાએ તપાસ કરતા સગીર શાળાએ આવ્યો ન હોવાનો ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ માતા-પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સીસીટીવીમાં સગીર સાથે તેના બે મિત્રો દેખાયા 
સગીરના બે મિત્રો તેને જામનગરના ઠેબા ગામ નજીક બે ભાઈના ડુંગર પાસે લઈ ગયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. ત્યારે સગીરની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાનું સગીરના માતા પિતાએ જણાવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી અને હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે કયા કારણોસર સગીરની હત્યા કરાય તેનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. અપહરણ કરનાર મિત્ર સીસીટીવીમાં કેદ થયો છે અને અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. 

જામનગરમાં અન્ય યુવકનો આપઘાત
અન્ય એક કિસ્સામાં જામનગરના જામનગરના વિજરખી ડેમમાં એક યુવકે મોતની છલાંગ લગાવી છે. યુવકે અંગત કારણોસર ગઈકાલે યુવકે ડેમમાં છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યુ હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ શોધ્યો હતો. આત્મહત્યા પહેલાં યુવકે બનાવેલો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ ઝુલેખા મસ્જિદ પાસે રેહતો અબ્દુલકાદિર આરબ નામના યુવાને અગંત કારણોસર વિજરખી ડેમમાં કૂદી જીવનનો અંત આણ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news