Who Is Nikhil Gupta : ગુજરાતમાં નીખિલ ગુપ્તા સામે પોલીસ રેકોર્ડમાં એક પણ નથી કેસ, તમામ DCPએ હાથ ખંખેર્યા

Gurpatwant Singh Pannu Murder Conspiracy : અમેરિકાએ ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુનની હત્યામાં જે નીખિલ ગુપ્તાની ધરપકડ કરી છે, તેના રેકોર્ડ ગુજરાત પોલીસમાં તપાસમાં આવ્યા
 

Who Is Nikhil Gupta : ગુજરાતમાં નીખિલ ગુપ્તા સામે પોલીસ રેકોર્ડમાં એક પણ નથી કેસ, તમામ DCPએ હાથ ખંખેર્યા

Gujarat Police : અમેરિકાએ બુધવારે ન્યૂયોર્કમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ સામે આરોપ દાખલ કરવાની જાહેરાત કર્યા પછી, ગુજરાત પોલીસે ગુરુવારે તેમના રેકોર્ડ્સ સ્કેન કર્યા હતા કે કોણ છે આ નીખીલ ગુપ્તા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર નિખિલ ગુપ્તા સામે તેઓને કોઈ કેસ મળ્યો નથી. આ કેસના આરોપમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તાએ CC-1 અને અન્ય લોકો સાથેના તેમની વાતચીતમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયારોની હેરફેરમાં તેમની સંડોવણીને વર્ણવી હતી. 

યુ.એસ.એ બુધવારે ન્યૂયોર્કમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાનું કાવતરું ઘડવા બદલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામે આરોપો દાખલ કરવાની જાહેરાત કર્યા પછી ગુજરાત પોલીસ પણ એક્ટિવ થઈ હતી. રાજ્યમાં ગુરુવારે પોલીસ તંત્રએ તેમના રેકોર્ડ્સ સ્કેન કર્યા હતા. 

આ મામલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે,  "અમે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિશે પ્રાથમિક રેકોર્ડ તપાસ્યા છે અને મેં ગુજરાતના ચારેય કમિશનરેટ સાથે પુષ્ટિ કર્યા પછી પ્રથમદર્શી તપાસમાં તેમની સામે કોઈ કેસ મળ્યો નથી. શહેરના તમામ ડીસીપીએ પુષ્ટિ કરી કે તેઓ જાણતા નથી કે નિખિલ ગુપ્તા કોણ છે.

આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે 12 મેના રોજ ગુપ્તાને ભારતીય અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે ‘તેમની સામેના ફોજદારી કેસને 'સંભાળી લેવામાં' આવ્યો છે.’ તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને હવે ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે. 23 મેના રોજ, ભારતીય અધિકારીએ ફરીથી ગુપ્તાને ખાતરી આપી હતી કે 'તેમણે તેના બોસ સાથે વાત કરી છે અને ગુજરાતમાં જે મામલો છે તે અંગે તેમને ફરીથી કોઈ બોલાવશે નહીં.' આરોપમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય અધિકારીએ ગુપ્તાને ડીસીપીને મળવાની પણ વ્યવસ્થા કરી હતી. અધિકારી પાસેથી વિશ્વાસ મળ્યા બાદ ગુપ્તાએ ન્યૂયોર્કમાં હત્યા કરવાની યોજના આગળ વધારી હતી. આ કેસમાં જો નિખિલ ગુપ્તા દોષી પુરવાર થશે તો તેને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. હવે ગુજરાતનો એવો તો કયો કેસ છે જેમાં સમાધાનના ભાગરૂપે નિખિલ ગુપ્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની સોપારીમાં સામેલ થયો એ સૌથી મોટો સવાલ છે. 

આ કેસમાં આરોપમાં કહેવાયું છે કે ગુપ્તાએ CC-1 અને અન્ય લોકો સાથેના તેમની વાતચીતમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયારોની હેરફેરમાં તેમની સંડોવણી વર્ણવી હતી. ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓને હથિયારો કે ડ્રગ્સની દાણચોરી કે પેડલિંગ સાથે સંબંધિત કોઈપણ કેસમાં નિખિલ ગુપ્તા નામના શંકાસ્પદ વ્યક્તિ મળ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news